છેલ્લા 15 દિવસમાં 68 કેસ થયાં : 471 કેસ સાથે અમદાવાદ પ્રથમ ક્રમે : સિવિલના તબીબો પણ કોરોનાની ઝપટે ભાવનગર-વડોદરામાં 6-6 તેમજ ગોંડલમાં કોરોનાની એન્ટ્રી સાથે બે કેસ નોંધાયાં
રાજકોટ
તા.5 : રાજ્યમાં કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ
બાદ રાજકોટ કેસોની સંખ્યામાં બીજા સ્થાને રહ્યું છે. આજે વધુ 7 પોઝીટીવ કેસ સાથે શહેરમાં
કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 68 પહોચી ગયો છે. આજે રાજ્યમાં એક જ દિવસમાં નવા
167 કેસ નોંધાતાં કુલ આંકડો 665 જઈ પહોચ્યો છે. અમદાવાદમાં આજે 70 કેસ નોંધાયા છે.
ભાવનગર અને વડોદરામાં 6-6 કેસ તેમજ ગોંડલમાં બે કેસ સાથે કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી
છે.
રાજકોટમાં
આજે 7 કેસ સામે આવ્યાં હતાં જેમાં મારૂતિનગરમાં 83 વર્ષીય વૃદ્ધ, અંબિકા ટાઉનશીપમાં
63 વર્ષીય વૃદ્ધા, ગણેશ પાર્કમાં 35 વર્ષીય પુરુષ, સંતોષીનગરમાં 24 વર્ષીય પુરુષ, ભક્તિધર
સોસાયટીમાં 80 વર્ષીય વૃદ્ધ, રાજહંસ સોસાયટીમાં 30 વર્ષીય પુરુષ તેમજ રેસકોર્સ રોડ
ઉપર 45 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ નવા કેસો સાથે રાજકોટમાં કોરોના
સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 68 થયો છે. 25 દર્દીઓ સાજા થઈ જતાં એક્ટીવ કેસ 43 છે.
શહેરની
સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એક ડોક્ટરનો આરટીપીસીઆર ટેસ્ટ
પોઝીટીવ આવતા તેમને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. વધતાં કેસોને પગલે મનપાના
આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ અને ટ્રેસીગ સહિતની કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે.
સિવિલમાં પણ વેન્ટીલેટર સાથે ખાસ વોર્ડ ઉભો કરાયો છે.
અમદાવાદ
: અમદાવાદ શહેરમાં આજે 70 કેસ સામે આવ્યાં છે જ્યારે 31 કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ
કરવામાં નવા 70 કેસ સાથે અમદાવાદમાં કુલ 471 કેસ નોંધાયા છે જેમાંથી 159 કોરોના દર્દી
ડિસ્ચાર્જ થતાં અમદાવાદમાં હાલમાં 321 એક્ટીવ કેસ છે. સોલો સિવિલ હોસ્પિટલના પાંચ રેસિડેન્ટ
ડોક્ટરોને પણ કોરોનાની અસર થતાં તમામ હોમઆઈસોલેશન હેઠળ સારવારમાં છે.
ગોંડલ
: ગોંડલમાં કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે ત્યારે ગોંડલમાં વોરાકોટડા રોડ તથા દાસીજીવણ
પાર્ટીપ્લોટ વિસ્તાર માં બે પુરુષોને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા હોમ કોરોન્ટાઇન કરવામાં
આવ્યાં હોવાનું બ્લોક હેલ્થ ઓફિસનાં ડો.ગોયેલે જણાવ્યું છે.
ભાવનગર
: ભાવનગર શહેરમાં વધુ છ કેસો નોંધાયા છે. જેમાં શહેરના પાનવાડી વિસ્તારમાંથી 85 વર્ષીય
વૃધ્ધ, સર.ટી.હોસ્પિટલની પીજી હોસ્ટેલમાંથી 30 વર્ષિય યુવતી, આંબાવાડી વિસ્તારમાંથી
33 વર્ષીય યુવાન, ફુલસર વિસ્તારમાંથી 49 વર્ષીય પુરૂષ, ભાયાણીની વાડીમાંથી 22 વર્ષીય
યુવાન અને શાસ્ત્રીનગર વિસ્તારમાંથી 13 વર્ષીય બાળાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ
14 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.
વડોદરા
: વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા રામદેવ નગરમાં 1, પશ્ચિમ ઝોન વિસ્તારના
દિવાળીપુરા અને ભાયલી વિસ્તારમાં 4, જ્યારે ઉત્તર ઝોન વિસ્તારના છાણીમાં 1 મળી કુલ
6 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોના સંબંધિત કુલ 34 સેમ્પલ તપાસવામાં આવ્યા હોવાનું
પણ જાણવા મળ્યું છે.