• શનિવાર, 07 જૂન, 2025

નોર્વે ઓપનના આઠમા રાઉન્ડમાં ગુકેશની હાર : ત્રીજા સ્થાને ખસી ગયો

નોર્વે, તા.4: નોર્વે ઓપન ચેસ ટૂર્નામેન્ટના આઠમા રાઉન્ડમાં અમેરિકાના ગ્રાંડમાસ્ટર અને વિશ્વ નંબર બે હિકારૂ નાકામુરા વિરુદ્ધ વર્લ્ડ ચેમ્પિયન ભારતના યુવા શતરંજ સમ્રાટ ડી. ગુકેશનો પરાજય થયો હતો. આ સાથે જ કલાસીક ફોર્મેટમાં ગુકેશના વિજયક્રમ પર નાકામુરાએ રોક લગાવી હતી અને પૂરા ત્રણ અંક હાંસલ કર્યાં હતા. બીજી તરફ ભારતના અન્ય ગ્રાંડમાસ્ટર અર્જુન એરિગૈસીએ ફેબિયાનો કારુઆનાને માત આપી હતી અને ફરી ખિતાબની દોડમાં સામેલ થયો હતો. નોર્વે ઓપનમાં ગુકેશ હાલ 11.પ અંક સાથે નાકામુરા સાથે સંયુકતરૂપે ત્રીજા સ્થાને છે. અર્જુન સામેની હાર છતાં કારૂઆના 12.પ અંક સાથે ટોચ પર છે. નંબર વન મેગ્નસ કાર્લસન 12 પોઇન્ટ સાથે બીજા અને અર્જુન એરિગૈસી 10.પ પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025