જીએસટીમાં મોટી રાહતથી ફિલગુડ : 22 સપ્ટેમ્બરથી અમલ થાય ત્યાં સુધી બજાર સૂનમૂન રહેશે પણ પછી લાવ લાવ થશે
રાજકોટ,
તા.4: (ફૂલછાબ ન્યૂઝ) સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને લાલકિલ્લા પરથી જીએસટી અંગે કરેલી
જાહેરાતો મૂર્તિમંત થઇ છે. જીએસટીના બે સ્લેબ દૂર થયા છે. ઘરમાં રોજબરોજ વપરાતી અને
આવશ્યક એવી અનેક ચીજવસ્તુઓ હળવા જીએસટીમાં સમાવવામાં આવી છે પરિણામે મોંઘવારીમાં રાહત
મળે એમ છે. દશેરા અને દિવાળી જેવા મોટાં તહેવારો સુધરી ગયા છે. ઉદ્યોગ ધંધામાં પણ રાહત
અનુસાર ધૂમ ખરીદી નીકળે એવી શક્યતા વધી ગઇ છે. એ પૂર્વે હવે 22 સપ્ટેમ્બર સુધી જીએસટી
ઘટયો છે એ ચીજોમાં માગ ઠપ થઇ જવાની છે. જોકે તહેવારો સુધરી જશે.
સૂકામેવા,
ફળો, ખાંડ, દૂધ, દૂધની પેદાશો, બિસ્કિટ, કેક, રિફાઇન્ડ ખાંડ, કન્ફેક્શનરી, જેવી અનેક ખાણીપીણીની ચીજો, બેવરેજીસ, તમાકુ ચીજો,માર્બલ,
લિગ્નાઇટ, દવાઓ-કેમિકલ્સ, શેમ્પૂ, પાઉડર, પેસ્ટ, ઓટોમોબાઇલ, હેન્ડીક્રાફ્ટ, સંગીતના
સાધનો, વ્હાઇટ ગુડઝ અને જીમના સાધનો જેવી અસંખ્ય ચીજોના જીએસટીમાં મોટાં ફેરફાર થયા
છે. આરોગ્ય અને જીવન વીમામાં તો જીએસટી જ નીકળી ગયો છે. આમ મોટી રાહતો જાહેર થતા મધ્યમવર્ગ
ડોલી ઉઠયો છે.
------------
નાગરિકોનું
જીવન સરળ બનશે : ભૂપેન્દ્ર પટેલ
રોજબરોજના
જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના જીએસટીદરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી
નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આભાર માન્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ હજી થોડા દિવસ પહેલા સ્વાતંત્ર્ય
દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી #ગયડ્ઢા[િંયક્ષઋજઝલાવીને નાગરિકોના જીવનને
વધુ સરળ બનાવવાનું અને અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાનું વચન સાકાર થયું છે.
તેમણે
કહ્યું હતું કે, આ સીમાચિહ્નરૂપ રિફોર્મ્સથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના
વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. નાગરિકોનું રાજિંદું જીવન વધુ સરળ બનશે અને
ભારતના અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા મળશે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતો, સમાન્ય
નાગરિકો તથા નાના અને મધ્યમ ઉદ્યોગકારોના હિતમાં વિવિધ માળખાગત સુધારા, વેરાના દરમાં
સુધારા અને ઇઝ ઓફ લિવીંગ એમ મુખ્ય ત્રણ બાબતો અંગે ભલામણ કરવામાં આવી હતી. વેરાના દરમાં
સુધારા થવાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું અર્થતંત્ર
વધુ મજબૂત બનશે.