ગોંડલ, તા.4: ગોંડલનાં કોટડાસાંગાણી રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં નગરપાલિકાનાં પૂર્વ મહિલા પ્રમુખનાં પતિનું મૃત્યુ નિપજ્યું હતું. તેઓ રોડ પર સાઇક્લિંગ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે એ’ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત
વિગત મુજબ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈ કોટડાસાંગાણી
રોડ પર સાંજે સાઇકલ લઇ નીકળ્યા હોય પૂરઝડપે ધસી આવેલા કાર ચાલકે અડફેટે લેતા ગંભીર
હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર
જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રસ્તામાં જ પ્રાણ પંખેરુ
ઉડી ગયું હતું.
મનસુખભાઈ એસઆરપી ગેઈટ સામે જય ગુરુદેવ પ્રોવિઝન સ્ટોર નામની
દુકાન ચલાવતા હતા. રોજિંદા નિત્યક્રમ મુજબ પોતાની સાઇકલ લઈને કોટડાસાંગાણી રોડ પર સાઇક્લિંગ
કરવા નીકળ્યા હતા ત્યારે મહિલા પોલીસ સ્ટેશન પાસ જીજે03જેઆર6523 નંબરની કારે અડફેટે
લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મનસુખભાઈને
માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી. મનસુખભાઈના
મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં
સગા સંબંધીઓ, મિત્રો સહિતના લોકો ઉમટી પડયા હતા. મનસુખભાઈને સંતાનમાં બે દીકરા તથા
1 દીકરી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ
છવાયો હતો.