પોલીસ
મોબાઇલ લોકેશનથી શોધી ન શકે એટલે આરોપીએ મોબાઇલ બંધ કરી દીધો હતો
તળાજા,
તા.3: અલંગ શીપબ્રેકિંગ યાર્ડમાં પાંચ દિવસ પહેલા રૂપિયા 4 હજારના મામલે ખોલીમાં સાથે
રહેનારા મિત્રની હત્યા નીપજાવી ઝારખંડનો ઇસમ ફરાર થઇ ગયો હતો. હત્યારાને શોધવા માટે
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી જેમાં અલંગની ટીમ હત્યારાના ઘરનું સરનામું મેળવી ઝારખંડ
પહોંચી હતી. જો કે અહીં પોલીસને હત્યારો હાથ લાગ્યો નહીં અને પોલીસને સફળતા મળી હતી.
અલંગ
પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ ગત તા.25ના રોજ અલંગ શિપ યાર્ડના પ્લોટ 24 (0) સામે
મજૂરોની ખોલી આવેલી છે. આ ખોલીમાં ઝારખંડના ટેકલાલ સોના મહંતો અને તેની સાથે ઉત્તર
પ્રદેશના યોગેન્દ્ર સલમત માલી સૈની રહેતા હતા. આ બંને મિત્રો વચ્ચે રૂપિયા ચાર હજારના
મામલે રાત્રી દરમિયાન ઝઘડો થયો હતો. જેમાં ટેકલાલ મહંતોએ સાથી મિત્ર યોગેન્દ્રને બોથડ
પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધો હતો.
આ બાબતે
અલંગ પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અલંગ પોલીસ ઝારખંડના હજારી
બાગ જિલ્લાના અંતરિયાળ માડમો ગામ પહોંચી હતી. અહીં પોલીસને હત્યારો મળ્યો નહી, પરંતુ
તેમનો પરિવાર મળી આવ્યો હતો. પરિવારની આગવી ઢબે અને અલગ-અલગ રીતે પૂછપરછ કરતા આખરે
જાણ મળી હતી કે હત્યારા એ ઘરે જાણ કરી હતી કે પોતે હત્યા કરી છે. અલંગ પોલીસને જાણકારી
મળી હતી કે, શિહોર જીઆઇડીસી ખાતે છેલ્લા ચારેક દિવસથી એક અજાણ્યા વ્યક્તિ આવેલો છે.
આ વ્યક્તિ અહીં મજૂરી કામ શોધી રહ્યો છે. આથી અલંગ પોલીસે અહીં ધામા નાખ્યા હતા. જેમાં
હત્યારો પોલીસને જાવા મળતા જ દબોચી લીધો હતો.