ઇન્ટરનેશનલ મેચોની ટિકિટ થોડી સસ્તી થશે
નવી
દિલ્હી, તા.4: મેદાનમાં જઇને આઇપીએલના મેચ જોવા હવે મોંઘા પડશે કારણ કે ભારત સરકારે
આઇપીએલ ટિકિટ પર લાગુ જીએસટી 28 ટકાથી વધારીને 40 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આથી એક
હજાર રૂપિયાની ટિકિટનો ભાવ જીએસટી સાથે પહેલા જે 1280 હતો તે હવે 1400 રૂપિયા ચૂકવવા
પડશે. આ વધારાથી આઇપીએલ પર જીએસટી હવે મોટા સ્લેબમાં આવી ગયું છે. જેમાં કેસિનો, રેસ
કલબ કે એવી કોઇ ઇવેન્ટ સામેલ છે.
જો
કે ક્રિકેટ ચાહકોને ટીમ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ મેચ જોવા માટે મોંઘા ભાવની ટિકિટ ખરીદવી
પડશે નહીં. જેમાં જીએસટી 40 ટકા લાગુ થશે નહીં તેવી સંભાવના છે. અત્યાર સુધી માન્યતા
પ્રાપ્ત મેચો પર સરકાર દ્રારા 18 ટકા જીએસટી લાગુ થતો હતો. જેમાં પ00 રૂપિયાથી ઓછીની
ટિકિટ કરમુક્ત હતી. જો ઇન્ટરનેશનલ મેચની ટિકિટના દર પર જીએસટી ઘટાડો જાહેર થશે તો
1000 રૂપિયાની ટિકિટના પહેલા 1280 ચુકવવા પડતા તે હવે 1180 ચુકવવા પડશે.
ભારત
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. જે ભારતમાં આયોજિત મહિલા
વન ડે વર્લ્ડ કપના એક સપ્તાહ પહેલા છે. વિશ્વ કપની ટિકિટનું વેંચાણ હજુ શરૂ થયું નથી.
નવા
જીએસટી માળખાથી ખેલાડીઓ અને ખેલપ્રેમીઓને ફાયદો થશે કારણ કે બેડમિન્ટન રેકેટ, ક્રિકેટ
ગ્લોવ્ઝ, ફૂટબોલ જેવી રમત-ગમતની વસ્તુઓ સસ્તી થશે.