અમદાવાદ,
તા.3: (ફૂલછાબ ન્યૂઝ) સપ્ટેમ્બરના આરંભથી મગફળી સહિતના ખરીફ પાકની ટેકાના ભાવથી ખરીદી
માટે નોંધણી શરૂ કરવામાં આવી છે. જોકે પ્રથમ બે દિવસ સુધી સર્વર ઠપ થઇ જતા ખેડૂતો પરેશાન
થઇ ગયા હતા. પોર્ટલ જ આખું ક્રેશ થઇ જતા બે દિવસના રઝળપાટ પછી ત્રીજા દિવસે સરકારે
સફાળી જાગીને પોર્ટલ સરખું કરાવતા એક જ દિવસમાં 2.17 લાખ ખેડૂતોની નોંધણી થઇ ગઇ છે.
એક
જ દિવસમાં આશરે 9 હજાર જેટલા વીસીઇએ લોગઇન કરતા સર્વર પડીભાંગ્યું હતુ અને માત્ર
59 હજાર નોંધણી થઇ હતી. જોકે આ વર્ષે સાડા ચાર હજાર ઉપરાંત 30 ટકા વધારાની ક્ષમતા સાથે
સર્વર કાર્યરત કરવામાં આવ્યું હતુ.
જોકે
પ્રથમ દિવસે વધારે પડતા લોક ઇન થવાથી બમણો વધારો થતા પોર્ટલ ક્રેશ થયું હતુ. હવે પુન:
શરૂ થઇ ગયું છે.
હવે
ઇ સમૃધ્ધિ પોર્ટલ પર સરળતાથી નોંધણી થાય છે. 3 સપ્ટેમ્બરે બપોરે બે કલાક સુધીમાં 2.17
લાખ કરતા વધારે ખેડૂતોએ 9000 વીસીઇ મારફત નોંધણી કરી છે.