અય્યર,
યશસ્વી, શાર્દુલ અને પાટીદાર સહિતના ખેલાડીઓ પસંદગીકારોના રડાર પર
બેંગ્લુરુ,
તા.3: શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, શાર્દુલ ઠાકુર સહિતના બીજા કેટલાક ખેલાડીઓ ગુરુવારથી
શરૂ થઇ રહેલ દુલિપ ટ્રોફી સેમિ ફાઇનલ મેચમાં સારો દેખાવ કરીને ભારતીય ટીમમાં પસંદ થવા
માટે પોતાનો દાવો મજબૂત કરવાની કોશિશ કરશે. ઉપરોક્ત ત્રણેય ખેલાડી વેસ્ટ ઝોન ટીમના
હિસ્સા છે. શ્રેયસ અય્યરે આઇપીએલમાં પંજાબ કિંગ્સની કપ્તાની કરી હતી અને 17પથી વધુની
સ્ટ્રાઇક રેટથી 604 રન કર્યા હતા. આમ છતાં તેની એશિયા કપ ટીમમાં પસંદગી થઇ ન હતી. શ્રેયસ
પાસે હવે બેટથી જવાબ આપવાનો મોકો બની રહેશે. દુલિપ ટ્રોફીના પહેલા સેમિ ફાઇનલમાં વેસ્ટ
ઝોન સામે સેન્ટ્રલ ઝોનની ટીમ હશે. જ્યારે બીજા સેમિમાં નોર્થ અને સાઉથ ઝોન ટીમની ટક્કર
થશે.
યશસ્વી
જયસ્વાલે ટેસ્ટ ટીમમાં જગ્યા પાકી કરી લીધી છે. તેની નજર લિમિટેડ ઓવર્સની ટીમમાં ફરી
એન્ટ્રી કરવા પર છે. શાર્દુલ ઠાકુર વેસ્ટ ઝોનની કપ્તાની કરવાનો છે. તેની નજર ફરી ટીમ
ઇન્ડિયામાં જગ્યા બનાવવા પર રહેશે. તે પાછલા ઇંગ્લેન્ડ પ્રવાસમાં સારો દેખાવ કરી શકયો
ન હતો. વેસ્ટ ઝોન ટીમમાં ઋતુરાજ ગાયકવાડ અને તનુષ કોટિયાન પણ સારો દેખાવ કરી પસંદગીકારોનું
ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરશે.
જ્યાં
સુધી સેન્ટ્રલ ઝોનની વાત છે તો કપ્તાન રજત પાટીદાર, યુવા બેટર દાનિશ માલેવાર, શુભમ
શર્મા, સ્પિનર હર્ષ દુબે, ખલિલ અહમદ અને દીપક ચહરના દેખાવ પર પસંદગીકારોની નજર રહેશે.
દુલિપ
ટ્રોફીનો બીજો સેમિ ફાઇનલ મેચ નોર્થ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાશે. સાઉથનો કપ્તાન તિલક
વર્મા છે. જે એશિયા કપ ટીમમાં સામેલ છે. આથી તે આ મેચમાં રમશે નહીં. નોર્થ ઝોનના બે
ઝડપી બોલર અર્શદીપ અને હર્ષિત રાણા પણ એશિયા કપ ટીમના હિસ્સા છે. આથી તે બન્ને પણ દુલિપ
ટ્રોફી સેમિ ફાઇનલમાં જોવા મળશે નહીં.