• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

ગુજરાતની વિકાસયાત્રાનું નેકસ્ટ સ્ટેપ ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ સંચાલિત હશે : મુખ્યમંત્રી

દિલ્લી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો-સંગઠનો સમક્ષ ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનજી પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, તા.4 :  નવી દિલ્હી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ (VGRC)ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ  અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે સંવાદ બેઠક યોજી હતી ત્યારબાદ તેમણે રોડ-શોમાં અધ્યક્ષિય સંબોધન પણ કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ, 9-10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં પ્રથમ રિજનલ કોન્ફરન્સમાં અને ત્યારબાદ અન્ય ત્રણ પ્રદેશોમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં સહભાગી બનવાનું ઉદ્યોગ અગ્રણીઓને ઇજન પાઠવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક, આર્થિક વિકાસને વેગ આપવા રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સીસ શરૂ કરી રહ્યાં છીએ.

આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાંક પ્રદેશોના પ્રોડક્શન અને આઉટપુટ તો દેશના કેટલાક રાજ્યોના પ્રોડક્શન કરતાં પણ વધારે છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશોમાં સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ નવી તકો ખુલશે અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા મળશે. રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગપાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક જેવા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની વિકાસયાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સથી સંચાલિત હશે. 

આવા ફ્યુચરિસ્ટિક મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત રિજનલ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થને પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ રોકાણકારોને રિજનલ ઇકો સિસ્ટમ સાથે સીધા જોડાણનો અવસર પૂરો પાડશે. સ્થાનિક એમ.એસ.એમ.ઇ. અને આનુષંગિક ઉદ્યોગોને વધુ વિકસવાની તક મળશે. આવી રિજનલ કોન્ફરન્સીસ દરમિયાન ટ્રેડ-શો, એક્ઝિબિશન અને સેક્ટર સ્પેસિફિક સેમિનારના આયોજનથી રિજનલ પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકો સામે પ્રસ્તુત કરવાનો મંચ મળશે. ક્ષેત્રિય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષાથી થીમ સાથે યોજાનારી વડાપ્રધાનના લોકલ ફોર લોકલ - લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને પણ સાકાર કરશે. તેમજ વિકસિત ગુજરાત 2047 માટે  રાજ્યની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ઉદ્યોગ અગ્ર સચિવ મમતા વર્માએ આ ઇન્ટરેક્શન મીટમાં સૌને આવકારીને VGRCનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. ઉદ્યોગ કમિશનર પી. સ્વરુપે રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જર્નીમાં VGRCની પ્રાદેશિક વિશેષતાઓ અને વિકાસ સંભાવનાઓ સાથેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, ફિક્કીના પ્રેસિડેન્ટ હર્ષવર્ધન અગ્રવાલ, હેસ્ટર બાયોસાયન્સીસના સીઈઓ અને એમડી રાજીવ ગાંધી, અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં નવા  ઉદ્યોગોને વિકાસ થશે ? DPIITના સચિવ

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સચિવ અમરદિપાસિંહ ભાટીયાએ જણાવ્યુ હતું કે, આ કોન્ફરન્સથી ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં નવી ઈન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે અને આ કોન્ફરન્સના કારણે નાના શહેરોમાં નવા સ્ટાર્ટ અપ્સને વિકસવાની તક મળશે. ગુજરાત VGRCના નવા ઈનેશિયેટીવથી દેશમાં લીડ લઈને અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક