કૃષિપાક
નાશ, 30ના મૃત્યુ, લાખો અસરગ્રસ્ત : મુખ્યમંત્રી માને કેન્દ્ર પાસે 60 હજાર કરોડની
કરી માગ
ચંદીગઢ,
તા.3 : પંજાબ સરકારે મંગળવારે તમામ ર3 જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કર્યા હતા. ખેતરમાં
ઉભો કૃષિ પાક નાશ પામ્યો છે. પૂરથી રાજ્યમાં 30 લોકોના મૃત્યુ થયા છે, 3.પ લોકો અસરગ્રસ્ત
બન્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકાર પાસે 60 હજાર કરોડના પેકેજની માગ કરી
છે.
રાજ્યપાલ
ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી માને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કુદરતી
આફતોમાં પીડિતોને આપવામાં આવતા વળતર અંગે ચિંતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી માને કેન્દ્ર
સરકાર પાસે વળતરની રકમમાં વધારો કરવા માગ કરી છે. તેમણે કહ્યંy કે કેન્દ્ર સરકાર પંજાબને
તુરંત રૂ.60 હજાર કરોડનું ફંડ જારી કરે, મુશ્કેલ સમયમાં રાજ્ય આ માગ કરી રહ્યું છે,
કોઈ ભીખ માગી રહ્યું નથી. રાજ્યપાલ કટારિયાએ ખેડૂતોની જમીન પર સ્થાયી માલિકી હકની માગનું
સમર્થન કર્યુ છે. જેથી પાકને થયેલા નુકસાનમાં વળતર અને સરકારી યોજનાઓનો લાભ મળી શકે.
રાજ્યના
તમામ 23 જિલ્લા હાલમાં પૂરનો સામનો કરી રહ્યા છે. ઘણી જગ્યાએ સતત ભારે વરસાદ પડી રહ્યો
હોવાથી હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સરકારી માહિતી અનુસાર, લગભગ 1400
જેટલા ગામડા પાણીમાં ડૂબી ગયા છે. જેમાં ગુરદાસપુરના 324 ગામડા સૌથી વધુ અસરગ્રસ્ત
થયા છે. અમૃતસરમાં 135, બરનાલામાં 134 અને હોશિયારપુરમાં 119 ગામડા અસરગ્રસ્ત થયા છે.
રાજ્યમાં 30 લોકોના મૃત્યુ થયા છે અને 3 લોકો લાપતા છે.