• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

GST 2.0 આઝાદી બાદનો સૌથી મોટો નિર્ણય : મોદી

દિલ્હીના કાર્યક્રમમાં GSTમાં બદલાવને ‘ડબલ ધમાકા’ ગણાવ્યો : કોંગ્રેસના સમયમાં બાળકોની ચોકલેટ ઉપર પણ 21 ટકા ટેક્સ હતો

નવી દિલ્હી, તા. 4 : જીએસટીમાં બદલાવ બાદ પહેલી વખત પીએમ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ જીએસટી કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવેલા મોટા બદલાવોની સરાહના કરી છે અને આ બદલાવને આઝાદી બાદનો સૌથી મોટો નિર્ણય ગણાવ્યો છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે જીએસટી હવે વધુ સરળ બન્યો છે અને દિવાળી પહેલાનો ‘ડબલ ધમાકા’ છે. પહેલાની કોંગ્રેસ સરકાર ઉપર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે બાળકોની ચોકલેટ ઉપર પણ કોંગ્રેસ સરકાર 21 ટકા ટેક્સ લાદતી હતી.

પીએમએ કહ્યું હતું કે હવે જીએસટી વધુ સરળ બન્યો છે. માત્ર બે જ સ્લેબ બચ્યા છે. જેનાથી દરેક નાગરિક અને વેપારી માટે સરળતા વધી છે. તેમણે આગળ કહ્યું હતું કે જીએસટી 2.0 નામની નવી વ્યવસ્થા ઘર, નાના વેપારી, ઉદ્યોગો અને તમામને રાહત આપશે.

પીએમએ આગળ ઉમેર્યું હતું કે પહેલાની સરકારોમાં સામાનો ઉપર મોટા પ્રમાણમાં ટેક્સ લેવામાં આવતો હતો. 2014 પહેલા રસોઈનો સામાન હોય, ખેતી સંબંધિત સામાન હોય કે દવા હોય, જીવન વીમા જેવી પણ અનેક વસ્તુઓ ઉપર કોંગ્રેસ સરકાર અલગ અલગ ટેક્સ લેતી હતી. આ સમયમાં 100 રૂપિયાની વસ્તુ ઉપર 20-25 રૂપિયા ટેક્સ હતો. જો કે એનડીએ સરકારનો હેતુ સામાન્ય લોકોના જીવનમાં બચત વધારે કેવી રીતે થાય અને જીવન સારું બને તેના ઉપર છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે લોકોનું બજેટ વધારી દીધું હતું તે કોઈ ભુલી શકે તેમ નથી. ટુથપેસ્ટ, સાબુ, વાળના તેલ વગેરે ઉપર 27 ટકા ટેકસ, થાળી, ચમચી ઉપર 18-28 ટકા ટેક્સ લાગતો હતો. દરરોજની વસ્તુઓ ઉપર કોંગ્રેસના સમયમાં મસમોટો ટેક્સ હતો. સાઈકલ ઉપર પણ 17 ટકા ટેક્સ હતો. મિડલ ક્લાસ માટે હરવું ફરવું કોંગ્રેસે મુશ્કેલ કરી દીધું હતું.

હવે કહી શકાય કે જીએસટી રિફોર્મથી ભારતના અર્થતંત્રમાં પંચરત્ન જોડાયા છે. ટેક્સની સિસ્ટમ સરળ બની છે, ભારતના નાગરીકની જીવન ગુણવત્તા વધશે અને કંઝપ્શન તેમજ ગ્રોથને નવું બળ મળશે. ચાલુ વર્ષે જીએસટી જ નહી,આવકવેરામાં પણ કમી થઈ છે. 12 લાખ સુધી ટેક્સ ઝીરો કરવામાં આવ્યો છે. પીએમએ કહ્યું હતું કે ફિટનેસ ક્ષેત્રમાં બદલાવથી દેશના યુવાનોને ફાયદો થશે. જીમ, સલુન યોગા વગેરે ઉપર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, એટલે કે યુવાનો ફિટ બનશે અને હિટ બનશે.

---------------

GST સુધારને વેપાર સંગઠનોએ એક સૂરમાં વધાવ્યો

CATએ ગણાવ્યું ક્રાંતિકારી પગલું, FIEOએ કહ્યું ઉદ્યોગ અને ગ્રાહક બન્નેને ફાયદો, AIPC અનુસાર અર્થતંત્રને વેગ આપશે, રોજગાર વધશે

નવી દિલ્હી, તા.4 : જીએસટી પરિષદ દ્વારા જીએસટીના દરોમાં ઐતિહાસિક બદલાવ કરાયા બાદ સામાન્ય જનને કાળઝાળ મોંઘવારીમાં મોટી રાહત મળશે. માત્ર બે સ્લેબ પ ટકા અને 18 ટકા નક્કી કરાયા બાદ વિવિધ સંસ્થાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

સીએટી : કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે જીએસટી દરોમાં બદલાવને ક્રાંતિકારી ગણાવ્યું છે. સંસ્થાએ કહ્યંy કે આ બદલાવથી નાના વેપારીઓ, ગ્રાહકો અને ભારતના અર્થતંત્રને જ લાભ નહીં મળે પરંતુ કર માળખુ સરળ બનવા સાથે ખરીદીમાં વધારો દેશની આર્થિક ગતિવિધિ અને વેપારને નવી ગતિ આપશે. રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યંy કે વડાપ્રધાન મોદી દ્વારા દેશની જનતાને આ મોટી દિવાળી ભેટ છે.

એફઆઈઈઓ : ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશને રોકડની તંગી અંગેના પડકારોને ઘટાડતું અને રિફંડની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશવાળા જીએસટી પરિષદના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. સંસ્થાના પ્રમુખ એસસી રલ્હને કહ્યું કે આ સુધાર કાર્યશીલ મૂડી સામેના અડચણો ઓછા કરવા અને નિકાસકારોને સમયસર રાહત ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. નિકાસ ક્ષેત્રને મજબૂત કરવા સાથે સપ્લાય ચેનનું દબાણ ઓછું કરી ઘરેલુ માગમાં વધારો કરશે. ઉદ્યોગ અને ગ્રાહક બન્નેને લાભ મળશે.

એઈપીસી : જીએસટી સુધારના નિર્ણયને ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાની દિશામાં મોટુ પગલું ગણાવ્યું છે. સંસ્થાના પ્રમુખ સુધીર સેખરીએ કહ્યંy કે આ ઉપાય ન માત્ર નિકાસકારો માટે સરળ હશે પરંતુ ગાર્મેન્ટ ક્ષેત્રને પહેલા કરતાં પણ મજબૂત બનાવશે. તે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં અને નિકાસ પ્રતિસ્પર્ધાને વધારવાની દિશામાં નિર્ણાયક પગલું છે. વત્ર ઉદ્યોગમાં મોટાપાયે રોજગારીનું સર્જન થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક