• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

આજથી ચીનમાં મહિલા એશિયા કપ હોકીનો પ્રારંભ ટોચની કેટલીક ખેલાડીઓની ઇજાથી પરેશાન ભારતીય ટીમની આજે થાઇલેન્ડ

સામે ટક્કર

હાંગ્ઝો (ચીન), તા.4: કેટલીક ટોચની ખેલાડીઓની ઇજાથી પરેશાન ભારતીય મહિલા હોકી ટીમ ભૂતકાળની નિષ્ફળતાઓને ભૂલીને શુક્રવારથી શરૂ થઇ રહેલ એશિયા કપના પોતાના પહેલા મેચમાં નીચેના ક્રમની ટીમ થાઇલેન્ડ સામે સારી જીત સાથે શરૂઆત કરવા માગશે.

ભારતીય મહિલા હોકી ટીમ વિશ્વ ક્રમાંકમાં નવમા સ્થાને છે. જે 30મા નંબરની ટીમ થાઇલેન્ડ સામે શુક્રવારે રમશે. ભારતીય મહિલા ટીમ તેના પૂલમાં સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી ટીમ છે. જેમાં જાપાન (12), સિંગાપોર (31) અને થાઇલન્ડ (30) છે. પૂલ એમાં ચીન, દ. કોરિયા, મલેશિયા અને ચીની તાઇપે છે.

આવતા વર્ષે નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાનાર મહિલા હોકી વિશ્વ કપ માટે એશિયા કપ ટૂર્નામેન્ટ કવોલીફાય માટેની છે. થાઇલેન્ડ પછી ભારતનો સામનો શનિવારે જાપાન વિરુદ્ધ અને સોમવારે સિંગાપોર સામે થશે.

અનુભવી ગોલકીપર સવિતા પૂનિયા અને ડ્રેગ ફિલકર દીપિકાની ઇજાને લીધે ભારતીય ટીમ નબળી પડી છે. કપ્તાન સલીમા ટેટે, નવનીત કૌર, ઉદિતા, નેહા, શર્મિલાદેવી અને લાલ રેમિસિયામી પર ભારતીય ટીમની વધુ જવાબદારી રહેશે. ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેનાર બે-બે ટીમ સુપર-ફોર રાઉન્ડમાં પહોંચશે. 14 સપ્ટેમ્બરે બે ટોચની ટીમ વચ્ચે ફાઇનલ ટક્કર થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક