અમારા વિરુદ્ધ કલેક્ટરને શું અરજી કરી છે? તે પૂછતા મોટીમારડ ગ્રામપંચાયતના સભ્યના પતિએ નિર્લજ્જ હુમલો કરી ઝપાઝપી કરી
રાજકોટ,
તા. 4 : ધોરાજીના પીપળિયા ગામે ફોરેસ્ટના મહિલા કર્મચારી ઉપર નિર્લજ્જ હુમલો કરી માર
મારી ફરજમાં રૂકાવટ કરનાર મોટી મારડના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી
વિગતો મુજબ ધોરાજી જમનાવડ રોડ ઉપર રહેતા અને ફોરેસ્ટસ વિભાગમાં નોકરી કરતા નિહારીકાબેન
ઠાકોરભાઇ પંડયા (ઉં.વ.3પ)એ આરોપી પરેશ વાછાણી રે. મોટી મારડ ગામ સામે ધોરાજી તાલુકા
પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પીપળિયા ગામે મેલડીમાના
મંદિર પાસે ગયા ત્યારે આરોપીને ફરિયાદીએ અમારા વિરુદ્ધમાં કલેક્ટરને શું અરજી કરી છે?
તેમ પૂછતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરિયાદી ફોરેસ્ટ વિભાગમાં સરકારી કર્મચારી હોવાનું સારી
રીતે જાણવા છતાં તેમની ફરજમાં અડચણ ઉભી કરી તેમની આબરૂ લેવાના ઇરાદાથી તેમનો હાથ પકડી
અને જાહેરમાં તેમની લાજ લેવાના ઇરાદે ઉંચા અવાજે બિભત્સ શબ્દો બોલી ઝપાઝપી કરી શરીરે
ઢીંકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી હતી. આ ફરિયાદ અન્વયે ધોરાજી તાલુકા પોલીસે ગુનો
દાખલ કરી તપાસ હાથ ધરી છે.