ભાણવડ, તા.4: ભાણવડ તાલુકાના મોટા ગુંદા અને મોડપર ગામેથી ભાણવડ પોલીસે બે બોગસ તબીબને ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે બન્ને ઈસમ પાસેથી દવા, ઈન્જેક્શન તેમજ બાટલા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભાણવડ
વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કહેવાતા બોગસ તબીબો ડોક્ટરની ડિગ્રીના હોવા છતાં પણ
ગેરકાયદે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા કરતા હોવાની ફરિયાદ
ઉઠતી હતી.
ભાણવડ
તાલુકાના મોડપર ગામે શાળાની બાજુમાં જ એહમદ હુશેન ધડા (ઉં.વ.52) નામનો ઈસમ ડિગ્રી વગર
દવાખાનું ખોલી દવા, ઈન્જેક્શન વડે દર્દીઓની સારવાર કરતા ઝડપાયો હતો.
જ્યારે
મોટા ગુંદા ગામે પટેલ સમાજની પાછળ મોહમદશકીર ઉમર ધડા (ઉં.42) પણ ડિગ્રી વગર લોકોની
સારવાર કરતા ઝડપાયો હતો. પોલીસે કહેવાતા બોગસ ડોક્ટરો પાસેથી દવાઓ, બાટલાઓ, બી.પી માપવાના
મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.