કોર્ટે
સવારે સજા ફટકારી અને સાંજે પ્રોબેશનનો લાભ આપી મુક્ત કર્યા
ગોંડલ,
તા.3: ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના ભત્રીજા અમિત વઘાસિયા ઉપર વર્ષ
2016માં માણેકવાડાના દિવ્યરાજ સિંહ જાડેજા, યશપાલાસિંહ જાડેજા, રાજભા જાડેજા, જીતેન્દ્રાસિંહ
જાડેજા, દીપુભા જાડેજા, કુલદીપ સિંહ જાડેજા સહિતનાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
જેની સામે અમિત વઘાસિયાએ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ થયો હતો અને આ કેસ ગોંડલ કોર્ટના
ન્યાયમૂર્તિ હેમાંગ ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા અદાલતે 17 જેટલા વિટનેસ, ડોક્યુમેન્ટ
તપાસી તમામ આરોપીઓને પ્રથમ ત્રણ વર્ષની સજા ફટકારી હતી. બાદમાં વકીલ દ્વારા પ્રોબેશન
અરજી કરાતા અદાલતે પ્રોબેશનનો લાભ આપી મુક્ત કર્યા હતા. આરોપીઓના એડવોકેટ તરીકે ભગીરથાસિંહ
ડોડિયા, વિજયરાજ સિંહ જાડેજા, એસ.એમ ભટ્ટી તેમજ કમલેશભાઈ ચનિયારા રોકાયા હતા .
એડવોકેટ
વિજયરાજાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અદાલતે આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારી હતી
બાદમાં ધારા શાસ્ત્રીઓ દ્વારા પ્રોબેશન અરજી કરાતા તેને ધ્યાને લઈ પ્રોબેશન એક્ટનો
લાભ આપી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમજ આ કેસમાં ફરિયાદીને 15,000, ઈજા પામનારને
15000 તેમજ અન્ય એક વ્યક્તિને 7,000 નું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.