• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

એશિયા કપ હોકી: મલેશિયા વિરુદ્ધ 4-1 ગોલના વિજયથી ભારત ફાઇનલ ભણી ચીન સામેની 0-3ની હારથી કોરિયા બહાર

કપ્તાન હરમનપ્રિત સિંઘના 250 ઇન્ટરનેશનલ મેચ

રાજગીર (બિહાર), તા.4: એશિયા કપ હોકીના સુપર-ફોર રાઉન્ડના આજના કરો યા મરો સમાન મેચમાં મલેશિયા વિરુદ્ધ ભારતનો 4-1 ગોલથી નિર્ણાયક વિજય થયો હતો અને ફાઇનલ ભણી આગેકૂચ કરી હતી. ભારત તરફથી આજના મેચમાં મનપ્રિત સિંઘે 17મી, સુખજીત સિંઘે 19મી, શિલાનંદ લાકડાએ 24મી અને વિવેક પ્રસાદ સાગરે ત્રીજા કવાર્ટરમાં ગોલ કર્યાં હતા. જયારે મલેશિયા તરફથી એકમાત્ર ગોલ મેચની બીજી મિનિટે થયો હતો. સુપર-ફોર રાઉન્ડમાં ભારતીય ટીમ તેનો આખરી મેચ શુક્રવારે ચીન વિરુદ્ધ રમશે.

ભારતીય કપ્તાન હરમનપ્રીત સિંઘ આજે તેનો 2પ0મો ઇન્ટરનેશનલ મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો. હોકી ઇન્ડિયા દ્રારા તેનું વિશેષ સન્માન થયું હતું.

સુપર-ફોર રાઉન્ડના આજના પહેલા મેચમાં ચીન ટીમે અપસેટ કરીને વર્તમાન ચેમ્પિયન દ. કોરિયાને 3-0 ગોલથી હાર આપી હતી. કોરિયાએ બુધવારે ભારત સામેનો મેચ 2-2 ગોલથી ડ્રો કર્યો હતો. ચીન સામેની હારથી કોરિયા ટીમ ફાઇનલ રેસની બહાર થઇ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક