• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

હિમાલયનાં 400 ગ્લેશિયર સર્જી શકે છે વિનાશ

કેન્દ્રીય જળ આયોગનો રિપોર્ટ : ઝીલો વિસ્તરી રહી છે, ઘનિષ્ઠ નજર રાખવાની જરૂર

નવી દિલ્હી, તા.3 : કેન્દ્રીય જળ આયોગે પોતાના નવા રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ભારતમાં હિમાલય ક્ષેત્રમાં 400 ગ્લેશિયર ઝીલ વિનાશકારી પૂર લાવી શકે છે. આ ઝીલો ફેલાઈ રહી છે જે ચિંતાની બાબત છે. તેના પર ઘનિષ્ઠ નજર રાખવાની જરૂર છે.

તાજેતરમાં જાહેરકરવામાં આવેલા જૂન ર0રપના રિપોર્ટમાં આયોગે કહયુ કે લદાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલમાં ફેલાયેલી 43ર ગ્લેશિયર ઝીલો અચાનક વિનાશકારી પૂર લાવે તેવી સંભાવના છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગ્લેશિયલ લેક એટલસ ર0ર3 અનુસાર ભારત સિથત 43ર ગ્લેશિયર ઝીલો (681માંથી) જૂન ર0રપના મહિના દરમિયાન જળ વિસ્તાર ક્ષેત્રમાં વધારો થયાનું દર્શાવે છે. એટલે આપદાઓ અંગે તેના પર બારિક નજર રાખવાની જરૂર છે. ભારતમાં બરફથી છવાયેલી ઝીલોનું કુલ ક્ષેત્રફળ ર011માં 1917 હેકટર હતુ જે વર્ષ ર0રપમાં વધીને રપ08 હેક્ટર થયું છે. આ આંકડો ક્ષેત્રફળમાં 30.83 ટકાનો વધારો દર્શાવે છે. જો કે  આવી વ્યાખ્યા માટે 100 ગ્લેશિયર ઝીલોમાંથી માત્ર પપ ગ્લેશિયર ઝીલો પર વિચાર કરાયો હતો. સીડબલ્યુસીના  રિપોર્ટ મુજબ, અરુણાચલ પ્રદેશ સૌથી વધુ વિસ્તરતા તળાવો (197) માટે જવાબદાર છે, ત્યારબાદ લદ્દાખ (120), જમ્મુ અને કાશ્મીર (57), સિક્કિમ (47), હિમાચલ પ્રદેશ (6) અને ઉત્તરાખંડ (5) છે. હિમાલય પ્રદેશમાં જૂન 2025 માં 1,435 હિમનદી તળાવોનો વિસ્તાર થયો હતો. જૂન 2025 ના મહિના દરમિયાન, 2843  ગ્લેશિયર ઝીલોમાંથી, 1435 વિસ્તારમાં વધારો અને 1008 વિસ્તારમાં ઘટાડો દર્શાવે છે, 108ના વિસ્તારમાં કોઈ ફેરફાર નથી અને 292 નું રિમોટ સેન્સિગ ડેટાથી વિશ્લેષણ કરી શકાયું નથી તેમ અહેવાલમાં જણાવાયું છે.

---------------------

યમુનાએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ: દિલ્હીનાં નીચાણ વિસ્તારો જળમગ્ન

ઈતિહાસમાં પાંચમીવાર પાર કરી 207 મીટરની સપાટી: હજારોનું સ્થળાંતર

નવીદિલ્હી,તા.3: દિલ્હીમાં યમુનાનું જળસ્તર હવે ભયાવહ રૂપ ધારણ કરી ગયું છે. યમુનાની સપાટીએ આજે એક નવો વિક્રમ સર્જી દીધો હતો. આજે બપોરે તેનું સ્તર 207 મીટરનું નિશાન પાર કરી ગયું હતું અને આજે રાતે જ 2013નો રેકોર્ડ પણ તૂટે તેવી શક્યતા છે. યમુનાનાં (જુઓ પાનું 10)

આ રૌદ્ર રૂપનાં કારણે દિલ્હીનાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે અને લોકો પોતાનાં ઘરબાર છોડીને અન્યત્ર સુલામત સ્થાને આશ્રય લેવા મજબૂર બન્યા છે.

દિલ્હીમાં પૂરથી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, લોકોને હવે બિસ્કિટ ખાઈને ગુજરાન કરવું પડી રહ્યું છે. યમુનાનું જળસ્તર બપોરે 1963 બાદ પહેલી વાર 207 મીટરે પહોંચ્યું હતું અને આવું અત્યાર સુધીમાં પાંચમી વખત જ બન્યું છે.

દિલ્લીના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં બદલાઈ ગયા છે અને બજારો તળાવ જેવા લાગવા માંડયા છે. યમુનાના સતત વધી રહેલા જળસ્તરે લોકોને જીવ બચાવવા માટે સલામત સ્થળે ભાગવું પડી રહ્યું છે. અત્યાર સુધીમાં 7,500થી વધુ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે. દિલ્લીનું સૌથી જૂનું અને વ્યસ્ત શ્મશાન ઘાટ ‘િનગમબોધ ઘાટમાં પણ હવે યમુનાનું પૂરનું પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. જૂના રેલવે પુલને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

યમુનાનું જળસ્તર ક્યારે કેટલુ હતું?

2023- 208.66 મીટર

1978- 207.49 મીટર

2013- 207.32 મીટર

2010-207.11 મીટર

ઇ-પેપરના નવા શુલ્ક