• બુધવાર, 22 મે, 2024

બુમરાહની કાતિલ બોલિંગ અને કાર્તિકની સટાસટી

-MI rh. RCBના 8 વિકેટે 196 રન

-દિનેશ કાર્તિકના આતશી 53*: કપ્તાન પ્લેસિસ અને પાટીદારની અર્ધસદી

-મુંબઇ તરફથી બુમરાહની 21 રનમાં 5 વિકેટ

મુંબઇ તા.11: જસપ્રિત બુમરાહની કાતિલ બોલિંગ (21 રનમાં પ વિકેટ) છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ પીંચ હિટર દિનેશ કાર્તિકના ડેથ ઓવર્સમાં પાવર હિટિંગથી મુંબઇ ઇન્ડિયન્સ સમક્ષ 197 રનનો પડકારરૂપ વિજય લક્ષ્યાંક મુકવામાં સફળ રહ્યંy હતું. કપ્તાન ફાક ડૂ પ્લેસિસ, રજત પાટીદાર  અને ફિનિશર દિનેશ કાર્તિકની આક્રમક અર્ધસદીની મદદથી સમયાંતરે પડતી વિકેટો વચ્ચે આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 196 રનનો સંગીન સ્કોર નોંધાવ્યો હતો. આખરી પાંચ ઓવરમાં દિનેશ કાર્તિકે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે માત્ર 23 દડામાં પ ચોકકા અને 4 છકકાથી આકર્ષક અને આક્રમક પ3 રનની અણનમ ઇનિંગ રમી હતી. કાર્તિકે નજાકત સાથે સ્કૂપ શોટ ફટકારીને વિકેટ પાછળ એક ઓવરમાં ત્રણ ચોકકા ફટકાર્યાં હતા. જે વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ષણિય બની રહ્યા હતા. કાર્તિકે ઇનિંગની આખરી ઓવરમાં 2 છકકા અને 1 ચોકકાથી 19 રન ઝૂડીને આકાશ મધવાલની ધોલાઇ કરી હતી. આરસીબીએ આખરી પ ઓવરમાં 66 રનનો ઉમેરો કર્યોં હતો. આરસીબી સ્ટાર વિરાટ કોહલી (3) બુમરાહનો પહેલો શિકાર બન્યો હતો. વિલ જેકસ 8 રને આઉટ થયો હતો. આ પછી કપ્તાન પ્લેસિસ અને રજત પાટીદાર વચ્ચે 47 દડામાં 82 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પાટીદારે આખરે ફોર્મ ઝળકાવીને 26 દડામાં 3 ચોકકા-4 છકકાથી પ0 રન કર્યાં હતા. કપ્તાન ફાક ડૂ પ્લેસિસે એક છેડો સાચવી 40 દડામાં 4 ચોકકા-3 છકકાથી 61 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. લોમલોર ઝીરોમાં, સૌરવ ચૌહાણ 9 રને અને વિજયકુમાર 2 રને બુમરાહના શિકાર થયા હતા. બુમરાહે 4 ઓવરમાં ફકત 21 રન પ વિકેટ લીધી હતી. આકાશ મધવાલ ધોવાઇ હતો. તેણે પ7 રનમાં 1 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક