સૌથી નાની વયે માઉન્ટ એલ્બ્રસ સર કરવાનો વિશ્વ વિક્રમ બનાવ્યો
પંજાબના એક છ વર્ષના બાળકે વિશ્વ
વિક્રમ બનાવી દીધો છે. આ બાળકનું નામ તેગબીર સિંહ છે. તેગબીરે રશિયાના માઉન્ટ એલ્બ્રસ
ઉપર 18510 ફુટથી વધારેના ઉંચા શિખરને પાર કર્યું છે. તેગબીરે માઉન્ટ એલ્બ્રસની ચડાઈ
માટેની યાત્રા શરૂ કરી હતી અને 28 જુને શિખર સર કર્યું હતું. આ સાથે જ છ વર્ષ અને નવ
મહિનાનો તેગબીર સિંહ માઉન્ટ એલ્બ્રસ સર કરનારો દુનિયાનો સૌથી નાની ઉંમરનો પર્વતારોહક
બની ગયો છે. માઉન્ટ એલ્બ્રસ ઓછું ઓક્સિજન ધરાવતો
ક્ષેત્ર છે. જેમાં સામાન્ય તાપમાન શૂન્યથી 10 ડિગ્રી સેલ્શિયસ નીચે રહે છે.આ ઉપરાંત
પર્વતારોહણ દરમિયાન ઘણી અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રશિયાના પર્વતારોહણ,
રોક ક્લાઈમ્બિંગઅને સ્પોર્ટસ ટુરિઝમ ફેડરેશન ઓફ કાબર્ડિનો બાલ્કેરિયન રિપબ્લિકે તેગબીરને
પ્રમાણપત્ર જારી કર્યું છે.