• મંગળવાર, 01 જુલાઈ, 2025

વિમ્બલ્ડનના પ્રારંભે અપસેટ નવમા ક્રમનો રૂસી ખેલાડી મેદવેદેવ હાર્યોં

લંડન તા.30: ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનના પ્રારંભે જ અપસેટ થયો છે. મેન્સ સિંગલ્સમાં વિશ્વ નંબર 9 રશિયન ખેલાડી દાનિલ મેદવેદેવ પહેલા રાઉન્ડમાં જ હારીને ટૂર્નામેન્ટની બહાર થયો છે. તેને 64મા ક્રમના ફ્રાંસના ખેલાડી બેંજામીન બોંઝીએ 7-6, 3-6, 7-6 અને 6-2થી હાર આપી હતી. મહિલા વિભાગમાં પૂર્વ ચેમ્પિયન મેડિસન કિઝ બીજા રાઉન્ડમાં પહોંચી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક