બ્રિસ્ટલ (ઇંગ્લેન્ડ), તા.30: પહેલા મેચની 97 રનની શાનદાર જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય મહિલા ટીમ મંગળવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજો ટી-20 મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે હરમનપ્રિત કૌરની ટીમનું લક્ષ્ય પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ થવાનું હશે. નોર્ટિંગહામ ખાતે રમાયેલા પહેલા મેચમાં સ્મૃતિ મંધાનાએ આક્રમક સદી ફટકારી હતી. તેની સદીથી ભારતીય મહિલા ટીમે ટી-20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે રન અંતરથી સૌથી મોટી જીત મેળવી હતી. પહેલા મેચમાં કપ્તાન હરમનપ્રિત અનફિટ હોવાથી રમી ન હતી. તે બીજા મેચથી પુનરાગમન કરી શકે છે. આથી ભારતની બેટિંગ વધુ મજબૂત બનશે.
બીજી
તરફ ઇંગ્લેન્ડ મહિલા ટીમ પહેલા મેચની હાર ભુલી વાપસી કરવા મેદાનમાં ઉતરશે. કપ્તાની
નતાલી સિવર બ્રંટે કહ્યંy છે કે અમે દબાણમાં નથી. એક સારી જીત સાથે અમે શ્રેણી કબજે
કરવા આગળ વધશું. મેચ મંગળવારે રાત્રે 11-00 વાગ્યાથી શરૂ થશે.