અહીં આઠમાંથી સાત ટેસ્ટમાં હાર મળી છે અને એક મેચ ડ્રો કર્યો છે
ઋષભ
પંત પાસે વધુ એક રેકોર્ડની તક
બર્મિંગહામ,
તા.30: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની
ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો બુધવારથી રમાશે. લીડસ ટેસ્ટની આંચકારૂપ હાર બાદ ટીમ ઇન્ડિયા
પુનરાગમન માટે જોરદાર તૈયારી કરી રહી છે. જો કે બર્મિંગહામમાં ભારતનો પાછલો રેકોર્ડ
સારો રહ્યો નથી. ટીમ ઇન્ડિયા અહીં 8 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેને 7 મેચમાં હાર સહન
કરવી પડી છે જ્યારે એક મેચ ડ્રો રહ્યો છે. ટીમ ઇન્ડિયા અહીં જીતથી વંચિત છે. હવે નવો
કપ્તાન શુભમન ગિલ તેની આગેવાનીમાં બર્મિંગહામમાં ભારતને પહેલો ટેસ્ટ વિજય અપાવશે તે
મોટો સવાલ છે.
ભારતીય
ટીમ અહીં છેલ્લે 2022માં ટેસ્ટ મેચ રમી હતી. ત્યારે જસપ્રિત બુમરાહ ઇનચાર્જ કેપ્ટન
હતો. આ મેચમાં ઋષભ પંતે 146 અને પ7 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આમ છતાં ભારતને 7 વિકેટે
હાર સહન કરવી પડી હતી. પંત પાસે બીજા ટેસ્ટમાં વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરવાની તક છે. તે
ઇંગ્લેન્ડ સામે પ સદી કરી ચૂક્યો છે. જેમાંની 4 સદી ઇંગ્લેન્ડની ધરતી પર ફટકારી છે.
જો તે વધુ એક સદી કરશે તો ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સદી કરનારો દ્રવિડ પછીનો બીજા નંબરનો
બેટધર બની જશે. પંત સચિનને પાછળ રાખી દેશે.
રાહુલ
દ્રવિડે ઇંગ્લેન્ડમાં 13 ટેસ્ટમાં 6 સદી કરી છે. સચિન તેંડુલકરે 17 ટેસ્ટમાં 4 સદી
કરી છે. પંતે ઇંગ્લેન્ડમાં 10 ટેસ્ટમાં 4 સદી કરી છે. દિલીપ વેંગસરકરે 13 ટેસ્ટમાં
4 સદી કરી હતી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ સદીનો ભારતીય રેકોર્ડ પણ દ્રવિડના નામે
છે. તેણે 21 મેચમાં 7 સદી કરી છે. સચિને ઈંગ્લેન્ડ સામે કુલ 32 મેચ રમ્યા હતા. જેમાં
7 સદી છે. અઝહરૂદીને 1પ ટેસ્ટમાં 6 સદી અને વિરાટ કોહલીએ 28 ટેસ્ટમાં પ સદી કરી છે.
આ સામે ઋષભ પંતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 13 ટેસ્ટ મેચમાં પ સદી કરી છે. વધુ એક સદીથી તે
વિરાટથી પણ આગળ થશે.
ઇંગ્લેન્ડનો
સૌથી વધુ સદીનો ઓવરઓલ રેકોર્ડ મહાન ડોન બ્રેડમેનના નામે છે. તેણે 11 સદી કરી છે. સ્ટીવન
સ્મિથ 8 સદી સાથે બીજા સ્થાને છે.