• મંગળવાર, 01 જુલાઈ, 2025

દ્વારકા : ગૌમાંસના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે

જામખંભાળિયા, તા.30: દ્વારકા પો. સ્ટે.ના ગૌ માસના ગુનામાં નાસતા ફરતા આરોપી શખસને એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો છે. દ્વારકા એલ.સી.બી.પી.આઇ. કે.કે. ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. દેવમુરારી, પી.એસ.આઇ. સિંગરખીયા તથા પી.એસ.આઇ. ચૌહાણ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કાર્યરત હોય તે દરમિયાન સ્ટાફના એ.એસ.આઇ. અરજણભાઇ મારૂ તથા હેડ. કોન્સ. પીઠાભાઇ ગોજીયા તથા પ્રવીણભાઇ માડમને મળેલો ચોક્કસ હકીકત કે દ્વારકા પો.સ્ટે.માં ગૌમાસના ગુનામાં નાસતા ફરતા આરોપી ભરત કારૂ સારોલીયા નામના શખસને દ્વારકા રૂક્ષમણી માતાજીના મંદિર પાસે આવેલી ઝુંપડ પટ્ટીમાં છે અને આ આરોપી વિરૂધ્ધ કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવેલું છે જે હકીકતના આધારે એલ.સી.બી.પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસને સોંપી આપતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક