રાજગીર
(બિહાર) તા.3: એશિયા કપ હોકી સુપર-ફોર રાઉન્ડના આજના રસાકસીભર્યાં ભારત અને દક્ષિણ
કોરિયા વચ્ચેનો મેચ 2-2 ગોલથી ડ્રો રહ્યો હતો. વરસાદના વિઘ્નને લીધે મેચ મોડો શરૂ થયો
હતો. શરૂઆતથી જ ભારત અને દ. કોરિયાની ટીમ વચ્ચે રસાકસી જોવા મળી હતી. ભારત તરફથી પહેલો
ગોલ હાર્દિકસિંધે 8મી મિનિટે કરી ભારતને 1-0ની સરસાઇ અપાવી હતી. આ પછી કોરિયાએ કાઉન્ટર
એટેક કરીને 12મી અને 14મી મિનિટે ઉપરાઉપરી બે ગોલ કરીને 2-1ની સરસાઇ મેળવી લીધી હતી.
કોરિયાની આ સરસાઇ ચોથા કવાર્ટરમાં પણ યથાવત રહી હતી. મેચની 8 મિનિટ બાકી હતી ત્યારે
મનદીપ સિંઘે નિર્ણાયક ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. મેચના અંત સુધી
આ સ્કોર યથાવત રહ્યો હતો. આથી ભારત-કોરિયાનો મેચ 2-2 ગોલથી ડ્રો રહ્યો હતો. આજના મેચમાં
ભારતીય ટીમની રમત સારી રહી ન હતી.
ભારતીય
ટીમે ફાઇનલમાં પહોંચવા હવે સુપર-ફોર રાઉન્ડના બાકીના બે મેચમાં મલેશિયા અને ચીનને હાર
આપવી પડશે.
એશિયા
કપ સુપર-ફોર રાઉન્ડના આજના પહેલા મેચમાં ચીન સામે મલેશિયાનો 2-0 ગોલથી મહત્વનો વિજય
થયો હતો.