મેલબોર્ન, તા.2: ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કપ્તાન અને અનુભવી ઝડપી બોલર પેટ કમિન્સ પીઠના દર્દને લીધે આગામી ભારત અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધની લિમિટેડ ઓવર્સની સિરીઝની બહાર થઇ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યંy છે કે આ વર્ષના અંતમાં રમાનાર એશિઝ સિરીઝને ધ્યાને રાખીને પેટ કમિન્સને રેસ્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા
ટીમ 1 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની ટી-20 શ્રેણી રમશે. એ પછી ભારત સામે
19થી 2પ ઓક્ટોબર દરમિયાન 3 વન ડે મેચ અને 29થી 8 નવેમ્બર દરમિયાન પાંચ ટી-20 ઇન્ટરનેશનલ
મેચ રમશે. જયારે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચેને એશિઝ સિરીઝ 21 નવેમ્બરથી શરૂ થઇ રહી
છે.
ન્યુઝીલેન્ડ
સામેની ઓસ્ટ્રેલિયાની 14 ખેલાડીની ટીમમાં ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસની વાપસી થઇ છે.
તે હવે ફકત ટી-20 ક્રિકેટ જ રમે છે.
ઓસ્ટ્રેલિયા
ઝ-20 ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, જેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન ડવાર્શિસ,
જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લીશ (વિકેટકીપર), મેટ કુહનેમેન, ગ્લેન મેકસવેલ,
મિચ ઓવેન, મેથ્યૂ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝમ્પા.