મુંબઇ તા.2: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ભારતીય ક્રિકેટ ટીમના નવા ટાઇટલ સ્પોન્સરશિપ અધિકાર માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડયા છે. બીસીસીઆઇએ આ ટેન્ડર પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યાં છે. બીસીસીઆઇએ આ વખતે ફેન્ટસી સ્પોર્ટસ, કિપ્ટો કરન્સી અને ઓનલાઇન મની ગેમિંગ સાથે જોડાયેલી કંપનીઓ પર રોક મુકી છે. આ પગલું સરકારના નવા ઓનલાઇન ગેમિંગ અધિનિયમ-202પ બાદ ઉઠાવવામાં આવ્યું છે.
ટીમ
ઇન્ડિયાની ટાઇટલ સ્પોન્સર અત્યાર સુધી ડ્રીમ-11 હતી. તે ઓનલાઇન ગેમિંગ કંપની છે. આથી
બીસીસીઆઇએ તેની સાથેનો કરાર સમાપ્ત કર્યોં છે. હવેથી બીસીસીઆઇ સટ્ટેબાજી, ગેમિંગ, ઓનલાઇન
જુગાર રમાડતી કે તમાકુ, દારૂ જેવા ઉત્પાદન કરતી કોઇ પણ કંપનીની બ્રાંડ સાથે કરાર કરશે
નહીં.
નવા
સ્પોન્સરશિપ કરાર પર બોલી લગાવવામાં સામેલ થવા માટે દસ્તાવેજ જમા કરવાની અંતિમ તારીખ
16 સપ્ટેમ્બર બીસીસીઆઇએ જાહેર કરી છે. આથી એશિયા કપમાં ટીમ ઇન્ડિયા ટાઇટલ સ્પોન્સર
વિના ઉતરશે. જે 9 સપ્ટેમ્બરથી શરૂ થશે.