એસસીઓ
દરમિયાન થયેલી મુલાકાતમાં ઈયરફોન કાને લગાડતા ન આવડયું
નવી
દિલ્હી, તા. 3 : પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ વર્તમાન સમયે ચીનના પ્રવાસે છે અને
આ દરમિયાન ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે વટાણા
વેરાયા છે. એસસીઓના શિખર સંમેલન દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
સાથે મિટિંગ કરી રહ્યા હતા ત્યારે શરીફ શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. બેઠકમાં શરીફ
વારંવાર ઈયરફોન લગાડવાની કોશિશ કરી રહ્યા હતા, જ્યારે સામે બેસેલા પુતિન સતત ઈશારામાં
ઈયરફોન લગાડવા કહી રહ્યા હતા.
પુતિન
સામે શરીફની આવી સ્થિતિ બીજી વખત બની છે. ત્રણ વર્ષ પહેલા ઉઝબેકિસ્તાનમાં બન્ને નેતા
મળ્યા હતા. આ સમયે પણ શહબાઝ શરીફ શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. જેનો વીડિયો સોશિયલ
મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શરીફ વારંવાર ઈયરફોન
લગાડી રહ્યા છે પણ તે કાન ઉપરથી નીચે પડી રહ્યું છે. આ દરમિયાન પુતિન થોડો સમય તો શરીફને
જોઈને હસી રહ્યા છે. બાદમાં રશિયન નેતાએ શરીફને પોતાનો ઈયરફોન લગાડીને બતાવ્યું હતું
કે તેને કાને કેવી રીતે લગાડવામાં આવે છે.