• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

અમેરિકા સામે સાજિશ થઈ રહી છે : જિનપિંગ સામે ટ્રમ્પે મોરચો માંડયો

ચીનની પરેડમાં પુતિન અને કિમ જોંગ સાથે જિનપિંગને જોઈને ટ્રમ્પ ભડક્યા

નવી દિલ્હી, તા. 3 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન સામે મોરચો ખોલ્યો છે. ટ્રમ્પે ચીનના સમકક્ષ શી જિનપિંગના નામે સંદશમાં અમેરિકા સામે સાજિશ રચવાનો આરોપ મુક્યો છે. સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ઉલ્લેખ કર્યો છે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ ચાલી રહ્યો છે અને પુતિન, જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે ચીનમાં મુલાકાત થઈ છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું હતું કે, મોટા સવાલોનો જવાબ મળવાનો બાકી છે કે શું ચીનના રાષ્ટ્રપતિ શી એ સમર્થન અને લોહીનો ઉલ્લેખ કરશે જે ચીનને વિદેશી આક્રમણકારીઓથી આઝાદી અપાવવા અમેરિકાએ આપ્યું છે. ચીનની જીત અને ગૌરવમાં ઘણા અમેરિકીઓએ જીવ ગુમાવ્યો છે. તેઓને આશા છે કે આવા અમેરિકીઓને બહાદુરી અને કુરબાની માટે સન્માનિત કરવામાં આવશે અને યાદ કરવામાં આવશે. ટ્રમ્પે ચીન ઉપર કટાક્ષ કરતા લખ્યું હતું કે રાષ્ટ્રપતિ શી અને ચીનના શાનદાર લોકો સારી રીતે ઉજવણી કરે. જ્યારે અમેરિકા સામે સાજિશ કરવામાં આવે તો વ્લાદિમીર પુતિન અને કિમ જોંગને શુભકામના આપવામાં આવે. 

ઇ-પેપરના નવા શુલ્ક