• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

અમેરિકા સામે લડી લેવા વેનેઝુએલા તૈયાર

-હુમલો કર્યો તો... રાષ્ટ્રપતિ માદુરોની ચેતવણી, સરહદે કરી લશ્કરી જમાવટ

કારાકાસ, તા.ર : દુનિયા પર વધુ એક યુજો ખતરો મંડરાઈ રહ્યો છે. દક્ષિણ અમેરિકી મહાદ્વિપમાં સ્થિત કેરેબિયાઈ દેશ વેનેઝુએલાએ અમેરિકાના સંભવિત હુમલાની આશંકાએ પોતાની સરહદે જંગી લશ્કરી જમાવટ કરી છે.

રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સોમવારે દેશના યુવાઓને મિલિશિયામાં ભરતીનું આહ્વાન કરતાં ચેતવણી આપી કે જો તેમના દેશ પર અમેરિકી સેના હુમલો કરે છે તો તેઓ પોતાના દેશને હથિયારોથી સજ્જ ગણરાજ્ય જાહેર કરી દેશે. વેનેઝુએલાએ પોતાની સરહદે 1પ000 જેટલા સૈનિકો તૈનાત કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના સરહદ નજીક યુદ્ધ જહાજો ઉતાર્યા બાદ વેનેઝુએલાએ પ્રતિક્રિયા આપી છે.

રાષ્ટ્રપતિ માદુરોની એક પત્રકાર પરિષદ દરમિયાન આવી ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ સરકારે  લેટિન અમેરિકન ડ્રગ કાર્ટેલ્સના ખતરાનો સામનો કરવા માટે વેનેઝુએલાના પાણીમાં તેની દરિયાઈ દળ વધાર્યા છે. અમેરિકાએ તૈનાત કરાયેલા હજારો જવાનો દ્વારા કોઈ આયોજિત જમીની હુમલાનો સંકેત આપ્યો નથી છતાં, માદુરોની સરકારે તેના દરિયાકાંઠે અને પડોશી કોલંબિયા સાથેની સરહદ પર સૈનિકો તૈનાત કરીને તેમજ વેનેઝુએલાના લોકોને નાગરિક લશ્કરમાં ભરતી કરવા વિનંતી કરીને પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કેરેબિયનમાં બે ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર-યુએસએસ ગ્રેવલી અને યુએસએસ જેસન ડનહામ તૈનાત કર્યા છે તેમજ લેટિન અમેરિકાના પાણીમાં ડિસ્ટ્રોયર યુએસએસ સેમ્પસન અને ક્રુઝર યુએસએસ લેક એરીને ખડક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક