• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

દેશની માતાઓ, બહેનો, પુત્રીઓનું અપમાન : મોદી

- દિવંગત માતાને યાદ કરી ભાવુક બન્યા વડાપ્રધાન : કોંગ્રેસ-આરજેડીને આપ્યો જવાબ

 

નવી દિલ્હી, તા.ર : વડાપ્રધાન મોદી મંગળવારે પોતાના દિવંગત માતા હીરાબેન મોદીને યાદ કરતાં ભાવુક બન્યા અને ગરીબીનો ઉલ્લેખ કરતાં કહ્યંy કે મારી માતાએ અમને સૌને અત્યંત ગરીબીમાં ઉછેર્યા હતા. તે કયારેય પોતાના માટે નવી સાડી ખરીદતાં ન હતા અને અમારા પરિવાર માટે પાઈ પાઈ બચાવતાં હતા. મારી માતાની જેમ દેશની કરોડો માતાઓ દરરોજ તપસ્યા કરે છે.

27 ઓગસ્ટના રોજ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીના માતાને કથિત રુપે અપશબ્દો કહેવામાં આવ્યા હતા. જે અંગે વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલાં બિહારમાં જે બન્યું એની મેં કલ્પના નહોતી કરી. બિહારમાં કોંગ્રેસના મંચ પરથી મારી માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ફક્ત મારી માતાનું અપમાન નથી, દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓનું અપમાન છે. આ ઘટનાનું મારા દિલમાં દુ:ખ જેટલું છે એટલું જ દુ:ખ બિહારના લોકોનાં દિલમાં

પણ છે.

દિલ્હીથી એક કાર્યક્રમ માટે વર્ચ્યુઅલી બિહારના લોકોને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આવી વાત કહી હતી. તેમણે કહ્યું કે મારી માતા જે હવે આ દુનિયામાં નથી, કોંગ્રેસ-આરજેડીએ તેમનું અપમાન કર્યું છે. હું એક ગરીબ પરિવારમાંથી છું. હું સમાજ અને દેશની સેવામાં વ્યસ્ત છું. મેં મારા દેશ અને મારા દેશવાસીઓ માટે દરરોજ અને દરેક ક્ષણે સખત મહેનત કરી. મારી માતાના આશીર્વાદે તેમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. તેમણે મને મારી જવાબદારીઓમાંથી મુક્ત કર્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક