ગોંડલ, તા.8 : ગુંદાળા રોડ પર
રહેતો અને ગુલમહોર રોડ પર મા બ્રહ્માણી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં મોબાઈલ બિલ કલેક્શનનું
કામ કરતો અનુલ શિવાભાઈ પડાળિયા નામનો યુવાન રાત્રીના ભુણાવા ચોકડી પાસેની એક દુકાનમાં
મોબાઈલ બિલનું કલેક્શન લઈ બાઈકમાં ગોંડલ આવવા નીકળ્યો હતો.
દરમિયાન બિલિયાળા નજીક પહોંચ્યો
હતો ત્યારે ત્રણ અજાણ્યા શખસો ધસી આવ્યા હતા અને અતુલને આંતરી છરી બતાવી મારકૂટ કરી
હતી અને રૂ.પોણા ત્રણ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતોઅને અતુલએ
મદદ માટે દેકારો કરતા એક ટ્રકચાલક દોડી આવતા ત્રણેય લુટારુઓ ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અગે અતુલે ઓફિસે જાણ કરતા
દુકાન માલિકે કપોલીસને જાણ કરી હતી અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. અતુલ પડાળિયા ગોંડલ
નગરપાલિકાના ઉપપ્રમુખનો ભત્રીજો છે. પોલીસે અતુલ પડાળિયાની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા
શખસો સામે ગુનો નોધી શોધખોળ શરૂ કરી હતી.