• મંગળવાર, 01 જુલાઈ, 2025

સુરતમાં હીરા વેપારી સાથે રૂ.1.17 કરોડની છેતરપિંડી

પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરત, તા.ર8: સુરતના વરાછા મીની બજાર ખાતે આવેલા સુપર ડાયમંડ બિલ્ડીંગમાંથી હરી એન્ટરપ્રાઈઝના નામની ઓફિસ ચલાવતા હીરાના વેપારીનો સંપર્ક કરી પાંચ જણાએ સ્ટાર મેલે હીરાની ડિમાન્ડ કરી કુલ રૂ.1.17 કરોડના હીરાનો માલ વેપારી પાસેથી ખરીદી પેમેન્ટ ન ચુકવતા વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,કતારગામ વિસ્તારમાં રહેતા અલ્પેશ દુર્લભ વાઘેલાને વરાછા મીની બજાર ખાતે આવેલા હરી એન્ટરપ્રાઈઝના નામે ઓફિસ ધરાવતા ગોપાલ વસૈયા સાથે પરિચય થયો હતો. ગત તા.રપ/0ર/ર0રપ થી રપ/03/ર0રપના સમય દરમિયાન સુરેશ બેલડીયા, પિયુષ દુધાત્રા, જીજ્ઞેશ લુણાગરિયા, ભરત લુણાગરિયા અને અલ્પેશ પાટલી પાઘડાળએ ડાયમંડ નામની એપ્લિકેશન મારફતે હીરાના વેપારી ગોપાલ વસૈયાનો સંપર્ક કર્યો હતો.

ગોપાલ વસૈયાનો  વિશ્વાસ કેળવી લઈ પાંચેય જણાયે સ્ટાર મેલે ડાયમંડની જરૂરિયાત હોવાનું કહી કુલ રૂ.1.17 કરોડના હીરા કાચી ચિઠ્ઠીએ ખરીદી કર્યા હતા. હીરા બજારમાં ચાલતા વેપારી ધારાધોરણ પ્રમાણે એમી પૂરો થઈ ગયો હોવા છતાં અવારનવાર ઉઘરાણી કરવા છતા હીરા વેપારી ગોપાલને પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કરી છે. અંતે હીરા વેપારીએ આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક