ટાયર આપવાની ના પાડતા વેપારીઓ
ઉપર ત્રણ શખસે કરેલા હુમલાના ઘેરા પડઘા
રાજકોટ, તા. 29: રાજકોટ શહેર-જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને વેપારીઓ તેમજ સામાન્ય માણસો પર અસામાજિક તત્ત્વો દમન કરતા હોવાથી જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે આવા જ એક મામલા સામે રોષ વ્યક્ત કરતા સરધાર ગામ બંધ રહ્યંy હતું. રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા સરધાર ગામમાં વેપારી મયુર વસોયાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપવામાં આવી તેમજ ત્રણ શખસ દ્વારા હુમલો કરાયો હતો. ઉધારમાં અથવા બાકીમાં વેપારીએ ટાયર આપવાની ના પાડતા આરોપીઓ ગિન્નાયા હતા. આ ઘટના ગઈકાલે બની હતી જેની સામે આજે સરધાર ગામે બંધ પાળી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 26 જૂને
આટકોટના સિકંદર સંધિ નામનો વ્યક્તિ મયુર વસોયાની દુકાને ટાયર નાખવા આવ્યો હતો. તેણે
કહ્યું કે, મારે ફોર વ્હીલમાં બે ટાયર નાખવા છે. જેથી, વેપારીએ કહ્યું કે- બાકી અમે
રાખતા નથી. જેના લીધે આ ઝઘડો થયો. તેણે વેપારીને ગાળો આપી અને બે-ત્રણ ફડાકા પણ માર્યા.
કોમ્પ્યુટરને નુકસાન કર્યું, દુકાનમાં નુકસાન કર્યું અને 16થી 17 ઇંચનો છરો લઈને હુમલો
કરવા પ્રયાસ કર્યો હતો. તેમજ ધોકા અને પાઇપથી માર માર્યો અને કહ્યું કે, જો આ બાબતે
કોઈ ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટના સામે રોષ વ્યક્ત કરતા
આજે સમગ્ર સરધાર ગામ બંધ રાખવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક આ શખસની ધરપકડ
કરવામાં આવે અને તેનું સરઘસ આ ગામમાં કાઢવામાં આવે, જેથી ગ્રામજનોને સુરક્ષાનો અહેસાસ
થાય તેવી માગ કરવામાં આવી હતી.
સરધાર ગામના રાજકીય આગેવાને જણાવ્યું
હતું કે, સરધાર ગામમાં વેપારી મયુર વસોયાને ત્યા સિકંદર સંધિ નામનો વ્યક્તિ ટાયર નખાવવા
માટે ગયો અને પૈસા બાકી રાખવાનું કહ્યું જોકે, વેપારીએ પૈસા બાકી રાખવાની ના પાડતા
આ શખ્સ દ્વારા વેપારી મયુરભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની
ધમકી આપવામાં આવી. જેથી ગ્રામ પંચાયત કચેરીમાં રાખવામાં આવેલી જન આક્રોશ સભામાં થયેલા
નિર્ણય મુજબ આજે સરધારમાં સર્વ સમાજના લોકો દ્વારા ગામ બંધ રાખવામાં આવેલું છે. જો
બે-ત્રણ દિવસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં
આવશે.