• મંગળવાર, 01 જુલાઈ, 2025

કેશોદમાં પૂરમાં તણાયેલી જૂનાગઢની મહિલાનો વોકળામાંથી મળ્યો મૃતદેહ

જૂનાગઢ, કેશોદ તા.ર8: કેશોદમાં બે દી’ પહેલા ભારે વરસાદને કારણે ઉતાવળી નદીનો પુલ ઓળંગતી વેળાએ ધસમસતા પૂરમાં જૂનાગઢની મહિલા તણાઈ લાપતા બની હતી. આ મહિલાનો મૃતદેહ ચાંદીગઢ નજીકના વોકળામાંથી મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ અંગેની વિગત પ્રમાણે જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અમીનાબેન હુસેનભાઈ નામના મહિલા કેશોદ ખાતે રહેતા સંબંધીને ત્યાં બેસણામાં ગયા હતા ત્યારે ભારે વરસાદ વચ્ચે ઉતાવળી નદીનો પુલ ઓળંગી રહ્યા હતા ત્યારે ધસમસતા પૂરના પ્રવાહમાં તણાયા હતા. અ અંગેનો વીડિયો વાઈરલ થતા, તંત્ર હરકતમાં આવ્યું હતું.

કેશોદ ફાયર ટીમ તથા એન.ડી.આર.એફ.ની ટીમો દોડાવી હતી. કલાકોની શોધખોળ બાદ સફળતા મળી ન હતી. દરમિયાનમાં આ મહિલાનો મૃતદેહ ચાંદીગઢ નજીક વોકળામાંથી મળી આવ્યો હતો. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક