• શનિવાર, 13 એપ્રિલ, 2024

ઘઉં, બાજરી, જુવાર અને મકાઇની ટેકાના ભાવે ખરીદી

વેચવા ઇચ્છતા ખેડૂતોની નોંધણીનો આરંભ કરાયો,  15 માર્ચથી ખરીદી

રાજકોટ,તા.26: (ફૂલછાબ ન્યૂઝ) શિયાળુ પાકો તૈયાર થઇને બજારમાં આવવાનું શરૂ થયું છે ત્યારે સરકારી ખરીદીની પણ જાહેરાત થઇ ઘઇ છે. સરકાર ઘઉં, બાજરી, જુવાર અને મકાઇની લઘુત્તમ ટેકાના ભાવથી સરકાર ખરીદી કરશે અને તે માટે 27 ફેબ્રુઆરીના રોજથી નોંધણીનો આરંભ થઇ ચૂક્યો છે. 31 માર્ચ સુધી વેચવા ઇચ્છતા ખેડૂતો નોંધણી કરાવી શકશે. સરકાર 15મી માર્ચથી ખરીદીની શરૂઆત કરશે.

રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉંની ક્વીન્ટલ દીઠ રૂ.2275માં, બાજરીની રૂ. 2500માં, હાઇબ્રીડ જુવારની રૂ. 3180માં ,  જુવાર (માલદંડી)માં રૂ.3225 અને મકાઇમાં રૂ. 2090ના ભાવથી ખીદી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી પણ કરાનાર છે. એ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.300/-બોનસ  જાહેર કરવામાં આવ્યું છે. સરકારના અન્ન અને પુરવઠા નિગમને માલ વેંચવા ઇચ્છતા ખેડૂતો ઙિઙ -(ફિળિયતિ ઙજ્ઞિભીયિળયક્ષાિં ઙજ્ઞાિફિંહ) પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. ગ્રામીણ કક્ષાએ વીસીઇ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. સરકાર 196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન ખોલીને ખરીદી કરશે.     

ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ,ગામ નમૂના 7-12 તથા 8-અ ની અદ્યતન નકલ, ગામ નમૂના 12 માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ જેવા નિયત કરેલા આધાર- પુરાવા રજૂ કરવાના રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક