સુરેન્દ્રનગર: વઢવાણ ગણપતિ ફાટસર પાસે આવેલા રેલવે ફાટક પર અવાર-નવાર ટ્રાફિક જામ તેમજ અકસ્માતના બનાવોથી વાહન ચાલકો અને રહિશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે રેલવે ફાટક સાથે ટેન્કર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેને પગલે ટ્રાફિક જામના
દૃશ્યે
સર્જાયા હતા અને ફાટક પણ તૂટી જતાં નુકસાન પહોંચ્યું હતું.
વઢવાણ
ગણપતિ ફાટસર પાસે આવેલ રેલવે ફાટક અવાર-નવાર ટ્રેન તેમજ માલગાડીઓ પસાર થતી વખતે બંધ
થાય છે. જેના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. વાહન ચાલકોને ટ્રાફિકમાં
ફસાઈ રહેવાનો વારો આવે છે.
તેમાં
એક ટેન્કરના ચાલકે સ્ટિયારિંગ પરનો કાબૂ ગુમાવતા આઇશર રેલવે ફાટક સાથે ઘડાકાભેર અથડાતા
ફાટકનો એક તરફનો પોલ તૂટીને વળી જતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.નાના-મોટા અનેક
વાહનો
કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેતા લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો.