અમરેલી એરસ્ટ્રીપ આજુ બાજુના વિસ્તારમાં બાંધકામ માટે ઝાનિંગ મેપ થવાથી લોકોને મળી મોટી રાહત
અમરેલી,
તા. 30 : અમરેલી એરસ્ટ્રીપ આસપાસ નિયત મર્યાદામા ઉંચાઈના બાંધકામને ગઘઈ લેવામાંથી મુક્તિ
મળી છે. જેનાથી આસપાસના વિસ્તારના લોકોને મોટી રાહત થઈ છે.
અમરેલી
એરસ્ટ્રીપ અમરેલી એરસ્ટ્રીપની 20 કિલોમીટરની ત્રિજ્યામાં થતા બાંધકામો માટે અત્યાર
સુધી અમરેલી એરસ્ટ્રીપનું અદ્યતન કલર કોડ ઝોન માપિંગ ન થયું હોવાના કારણે લોકોને નિયત
મર્યાદામાં થતા બાંધકામને પણ ભારત સરકારના ઋજછ -751 મુજબ ગઘઈ લેવાની ફરજ પડતી હતી.
જેના કારણે મકાન બાંધનાર કોઇપણ વ્યક્તિને ગઘઈ લેવાની પ્રક્રિયામાંથી ફરજિયાત પસાર થવું
પડતું હતું. જેની સીધી અસર સામાન્ય પરિવારોને અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ લોકોને
પડતી હતી.
જે
અંગે અનેક લોકો અને આગેવાનો દ્વારા આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવા વિધાનસભાના નાયબ દંડક
અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને રજૂઆત કરવામાં આવેલી હતી. જેથી આ અંગે કૌશિક
વેકરિયાએ ઉડ્ડયનમંત્રી અને એવિયેશન વિભાગને તાકીદે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરેલી
હતી.
જેનો
હકારાત્મક પડઘો પાડતા રાજ્યના ઉડ્ડયન વિભાગ દ્વારા વીસ કિલોમીટરની ત્રિજ્યામાં કલર
કોડેડ ઝાનિંગ મેપ તૈયાર કરી જરૂરી પરિપત્ર કર્યો હોઈ, હવેથી નિયત મર્યાદામાં આવતા બાંધકામોને
ગઘઈ લેવામાંથી મુક્તિ મળી છે.
હવેથી
માત્ર નિયત ઊંચાઈ કરતાં વધું ઊંચાઈ ધરાવતા બાંધકામોને જ ગઘઈ લેવાની પ્રક્રિયામાંથી
પસાર થવાનું રહેશે. જેના લીધે અમરેલીના બાંધકામ ઉદ્યોગને પણ વેગ મળી રહેશે અને ગઘઈની
લાંબી પ્રક્રિયામાંથી આમ જનતાને પસાર થવામાંથી મુક્તિ મળશે.