ગોંડલ, તા.29: ગોંડલનાં ઘોઘાવદર
ગામની સીમમાં આવેલી વાડીમાં મકાનમાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા નવ શખસોને
રોકડ રૂ.1,06,300 મોબાઇલ નંગ 11 કિંમત રૂ.1,20,000 તથા 9 મોટર સાઇકલ કિંમત રૂ.4,10,000
મળી કુલ રૂ.6,36,300નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી શાખાના
પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોહિલ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ
રાણા, બાલકૃષ્ણ ણિવેદી, અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજ બાયલ, મહિપાલસિંહ
ચુડાસમા, દિલીપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ઘોઘાવદરનાં
ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણીની સીમમાં આવેલી વાડીનાં મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલા
વાડી માલિક ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણી, રવિભાઇ હરસુખભાઇ બાવળીયા, રેગનભાઇ માવજીભાઇ રેવર,
ઘનશ્યામભાઇ બટુકભાઇ ગમારા, દિવ્યેશભાઇ વીરજીભાઇ
વિરડીયા, હનિફભાઇ મહંમદભાઇ સમા, હરેશભાઇ લીંબાભાઇ સાવલીયા, યોગેશભાઇ સવજીભાઇ ઠુંમર તથા જીગ્નેશભાઇ વિઠ્ઠલભાઇ ઘેલાણીને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.