જેતપુર, તા.29: જેતપુરના નવાગઢ વિસ્તારમાં ગુરૂવારની મોડી રાતે એક કારમાં ત્રણ
અજાણ્યા શખસો કતલ કરવાના ઇરાદે રોડ પર બેસેલા એક વાછરડાની ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ
ખુદ પોલીસે જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં પોલીસે બે આરોપીને કાર
સાથે ઝડપી પાડયા હતા.
જેતપુર શહેરમાં ઘણા સમયથી ગૌમાતા
તેમજ ગૌવંશની ચોરીઓ થઇ રહીછે. જેમાં ગત રાત્રે
શહેરના નવાગઢ વિસ્તારમાં પાદરીયા સમાજની સામે રોડ પર પશુ બેઠા હતાં અને ત્યાં આવેલી
ફરસાણની દુકાને સ્થાનિક કેટલાક યુવાનો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એક સફેદ કલરની કાર
ત્યાં આવી થોડીવાર ઉભી રહી બાદ તેમાંથી ત્રણ અજાણ્યા યુવકો નીચે ઉતર્યા અને કોઇ જુએ
નહીં તેમ વાછરડાને કારમાં પાછળના દરવાજાથી અંદર નાંખી દીધો. આ જોઇને નાસ્તો કરતા યુવકો
દોડયા ત્રણેય શખસો કાર લઇને રાજકોટ બાજુના સર્વિસ રોડ પર નાસી ગયા હતા.
જેતપુર ઉદ્યોગનગર પોલીસ એકસનમાં
આવી હતી.પોલીસે જેતપુર, જુના દેરડી રોડ ઉપરથી બે આરોપીઓને ગુનામાં ઉપયોગ કરેલો ફોર
વ્હીલ સિકંદર ઉર્ફે સીકલો એહમદભાઇ ભટ્ટી તેમજ સિકંદર ઉર્ફે સીકલો ગુલમામદ તરકવાડીયાને
ઝડપી લીધા હતા. આ કેસમાં એક કિશોરની અટક કરવાની બાકી છે.