• મંગળવાર, 01 જુલાઈ, 2025

રાજ્યમાં આજથી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં યલો એલર્ટ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

અમદાવાદ, તા.29 : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે આજે રાજ્યના 33 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલ 30 જૂનને સોમવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.  તા.1 અને 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તા.3 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, (જુઓ પાનું 10)

ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. તા.4 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ તા.5 જુલાઈના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક