• શુક્રવાર, 11 જુલાઈ, 2025

જામનગરની પ્રખ્યાત એચ.જે. વ્યાસ મિઠાઇવાલાના માલિકનો મંદિરના ગર્ભગૃહમાં ગોળી ધરબી આપઘાત

રિલાયન્સ સહિત અનેક કોર્પોરેટ કંપનીમાં કચોરી-મિઠાઇ સપ્યાય થતા

જામનગર, તા.10: જામનગરમાં રાજાશાહી સમયથી પ્રખ્યાત એચ.જે. વ્યાસ મિઠાઇવાલા જે તેમના પિતાના નામ હિરાભાઇ સાથે સંકળાયેલ છે. તે જગ્યા ઉપર હાઇજેનીક મિઠાઇ અને ફરસાણ બનાવીને વેંચવાનો કારોબાર કરતા જયંતભાઇ હિરાભાઇ વ્યાસ (ઉ.વ.84) એ આજે નાગેશ્વરમાં આવેલ બાલનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં લમણે રિવોલ્વર ચલાવી એક જાતનું સરકમળ કરી જીવનનો અંત આણતા ચકચાર મચી ગઇ છે.

જામનગરના સેન્ટ્રલ બેંક રોડ પર પિતા  દ્વારા બનાવવામાં આવેલ દુકાન એચ.જે. વ્યાસ મિઠાઇવાલા તરીકે જામનગર ઉપરાંત દેશ અને વિદેશમાં આ બ્રાન્ડની કચોરી વિખ્યાત છે. બ્રાન્ડ ઉભી કરનાર 84 વર્ષીય જયંતભાઇ હિરાભાઇ વ્યાસના ગ્રાહકોમાં રિલાયન્સ સહિત અનેક કોર્પોરેટર કંપનીઓ સામેલ હતી. જયંતભાઇ ભટ્ટ ફળીમાં રહેતા હતા. તેમને સંતાનમાં પુત્રી છે. તેમના પત્ની નવ માસ પહેલા મૃત્યુ પામ્યા હતા.  અવસાન પામતા આ ઘટનાથી ખૂબ જ વ્યથિત હતા. આ ઘટના માટે પોતે જવાબદાર હોય  તેવી માનસિકતા ઘર કરી ગઇ હતી.

ગઇ રાત્રે મુંબઇ સ્થિત દીકરી સાથે પણ વાતચીત કરી અને વહેલા સવારે મંદિરે પહોંચ્યા હતા.   બાલનાથ મહાદેવ મંદિરની અંદર પૂજા-અર્ચન અને રૂદ્રીનો પાઠ કર્યો હતો. ત્યાર પછી અચાનક મંદિરના ગર્ભગૃહમાં જ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કાઢી લમણે મૂકી ટ્રીગર દબાવી દીધું હતું અને જાણે મહાદેવના ચરણોમાં પોતાનું અંતિમ પગલું ભરી સરકમળ કરવા બરાબર જ રિવોલ્વરથી પોતાનું માથું વધેરી દીધું હતું. ઢળી પડયા હતા. પોતાની રિવોલ્વર છાતી ઉપર રહી ગઇ હતી. ધડાકાનો અવાજ સાંભળી આજુ બાજુમાં રહેતા લોકો અને પરિચિત ભકતજનો આવી પહોચ્યા હતા જે પૈકીના પૂર્વ પોલીસ કર્મચારી નારણભાઇએ છાતી પરથી કપડાથી રિવોલ્વર બાજુમાં મુકી 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બધા જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.  પરંતુ માથામાં અંદર સુધી ઘૂસી ગયેલી ગોળીને લીધે સારવાર કારગત નિવડી  ન હતી.

ઘટનાને પગલે સિટી-બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો અને આપઘાતના કારણ અંગે પરિવારના નિવેદન લઇ તપાસ હાથ ધરી હતી. દરમિયાન એવું પાણ જાણવા મળે છે કે, જીંદગીનો અંત લાવવાનો નિર્ધાર પહેલેથી જ કરી લીધો હોય તેમ પત્નીના મૃત્યુ બાદ જીંદગી નિરસ બની જતા તેઓએ આ અંતિમ પગલું ભર્યુ હોવાનું જાણવા મળે છે. જયંતભાઇના ભાઇ જામનગરના મોટા ગજાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની બી.એચ. વ્યાસના માલિક ભાલચંદ્રભાઇ વ્યાસના ભાઇ થાય.જયંતભાઇ પોતાના શાળા જીવનકાળથી જ અપટુડેટ રહેવા માટે, સ્વાસ્થ્યની કાળજી લેવા માટે ખૂબજ જાણીતા હતા અને તેઓ મોટા ભાગે ચાલવાનું અને સાઇકલ ચલાવવાનું વધારે પસંદ કરતા હતા.

સમૃધ્ધ લોકો દીકરા- દીકરીઓના લગ્ન પાછળ બેફામ પૈસાના ખર્ચા કરતા જોવા મળે છે પરંતુ તેમાં પણ તેઓએ પોતાના સંતાનના લગ્નમાં લોકોનો મેળાવડો ભેગો કરવાને બદલે સાદગીથી ઘરના મેમ્બરોની હાજરીમાં જ  લગ્ન કર્યા હતા. બાળકોની ફ્રી, જરૂરિયાતમંદને સહાય પણ કરતા હતા.

મંદિરોમાં કંઇ પણ ઘટ હોય કે ખરીદી કરવાની હોય તો તેઅંગે પણ પૂજારીઓ નિશ્ચિત રહેતા હતા.  આ દુકાનનો જન્મ 1908 એટલે કે 117 વર્ષ પહેલા થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક