શાપર
પોલીસે ખંડણીખોર ગેંગને પટનાથી દબોચી લઈ તપાસ હાથ ધરી
રાજકોટ
તા.9: રાજકોટના નાના મવા રોડ ઉપર વ્રજ કોમ્પલેક્ષમાં
રહેતા અને પડવલામાં શિવાય એન્ટરપ્રાઈઝ નામે કારખાનું ધરાવતા મહેક પ્રફુલભાઈ ચોવટીયા
ઉ.22એ ઝારખંડના શિવરાજ સગી અને રાહુલ સામે અપહરણ, ખંડણી અંગે શાપર પોલીસમાં ફરિયાદ
નોંધાવી હતી. જેમાં પોલીસે યુવતી સહિત છ આરોપીને દબોચી લઈ સાત દિવસના રિમાન્ડ મેળવી
તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં
જણાવ્યું હતું કે ગત માર્ચ 2025માં શિવરાજે ફોન કરી દર મહિને 200 ટન એલ્યુમિનિયમ એસ
જોઈએ છે, તમે રૂબરૂ આવી કોન્ટ્રાકટ કરી જાવ તેમ કહેતા મારા નામે કંપની હોય હું અને
કાકા આશિષ ભંડેરી પટના ગયા હતા ત્યાં કાર લેવા આવી હતી અને અમને 70 થી 80 કિલોમીટર
દૂર લઈ જઈ ગન બતાવી ખેતરમાં લઈ જઈ અમારા મોબાઈલ અને બંનેના 47,500 રોકડા પડાવી લીધા
હતા બાદ ફરી બે કિલોમીટર ચલાવી બીજા ખેતરે લઈ ગયા હતા ત્યાં બધા લોકો પાસે બંદૂક હતી.
અમારા ફોનમાં વાઇફાઈ કનેક્ટ કરી મારા પિતાને
ફોન કરી દોઢ કરોડ માંગી હતી જો પૈસા નહિ આપો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં
અઢી લાખ મારા પિતાએ મોકલાવતા અમને મુક્ત કરતાં અમે પૈસા મંગાવી અમદાવાદ પહોંચ્યા હતા
અને ગત 3 માર્ચે ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત
ગુનામાં શાપર પીઆઇ આર બી રાણા, પીએસઆઈ આર ડી સોલંકી સહિતે ભોગ બનનારને સાથે રાખી પટનામાં દરોડો પાડી બિહારની
કુખ્યાત ગેંગના રંજીત ઉર્ફે મુન્નો અરાવિંદ પ્રસાદ, બિકાશકુમાર ઉર્ફે મોહિત મનોજ યાદવ,
કુંદનકુમાર અરુણકુમાર યાદવ, લાલબિહારી ઉગ્રસેનરામ યાદવ, બિપાત્રાકુમાર લાલદેવાસિંહ
હરીચરણાસિંહ અને સંગીતાકુમારી ઉમેશપ્રસાદ મહાતોની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવી
તપાસ હાથ ધરી છે. આ ઓપરેશનમાં એસટીએફ, પટના પોલીસ સહિત 400 જવાનો ભરી બંદૂક સાથે જોડાયા
હતા સૂત્રધાર રંજીત છે આ ગેંગ સામે હત્યા, ખંડણી સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.
અગાઉ એક વેપારીનું અપહરણ કરી ખંડણી માંગતા તેને એટેક આવી જતાં પોલીસ હત્યાનો ગુનો નોંધ્યો
હતો.
30
લાખ ગુમાવનાર વેપારીએ ફરિયાદ કરવાની ના પાડી
ફરિયાદી
ઉપરાંત એક રાજકોટનો વેપારી પણ આ ગેંગનો ભોગ બની ચૂક્યો છે તેણે 30 લાખ રૂપિયા આપતા
તેનો છુટકારો થયો હતો પોલીસે તેનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તે એટલો ડરી ગયો હતો કે
તેણે સામે આવવાની ના પાડી દીધી હતી.