ઘટસ્ફોટ
થતા વધારાના પગારની વસૂલાત કરવા સરકારનો આદેશ
અમદાવાદ,
તા.10 : રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓએ મેળવેલા વધારાના પગારની વસૂલાત
કરવા સરકારે આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.
સરકારના
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે આણંદ, નવસારી, જૂનાગઢ તથા સરદાર કૃષિનગર દાંતીવાડા
કૃષિ યુનિવર્સિટીના હિસાબ નિયામકને પત્ર લખીને જણાવ્યું છે કે વિભાગના 1લી જુલાઇ
20205ના ઇ મેઇલથી રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓના પગાર અને પેન્શનની વિગતો રાજ્ય
કૃષિ યુનિવર્સિટી પરિષદ પાસેથી મંગાવામાં આવી હતી. જે અન્વયે રાજ્ય કૃષિ યુનિવર્સિટી
પરિષદના 2 જુલાઇ 2025ના ઇ મેઇલ દ્વારા મોકલાયેલી વિગતો અનુસાર ચારેય કૃષિ યુનિવર્સિટીના
કુલપતિઓ હાલ પેન્શન તથા પગાર બન્ને મેળવતા હોવાનું જણાયું છે.
રાજ્ય
સરકારમાં પુન: નિમણૂક પામતા રાજ્ય સરકારના કોઇ અધિકારી બન્ને લાભ મેળવી શકે નહીં. જે
ધ્યાને લઇને પેન્શરની કુલપતિ તરીકે પુન નિમણૂકના કિસ્સામાં પગાર બાંધણી તાત્કાલિક પે
માઇનસ પેન્શન મુજબ કરી આજ દિન સુધી ચુકવાયેલ વધારાના પગારની વસૂલાત કરવા તથા કરવામાં
આવેલ વસુલાતની 7 દિવમાં જાણ કરવાની રહેશે, જો આમ કરવામાં ચૂક થશે તો તમારી અંગત જવાબદારી
રહેશે.
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આ મામલે
જણાવ્યું છે કે સરકારી તિજોરી ઉપર ભાજપ સરકારના કૃષિ યુનિ ના કુલપતિઓનો પંજો પડયો અને
કોંગ્રેસે ચોકીદારી કરીને પકડી પડયા છે. કૃષિ યુનિઓના કુલપતિઓ એ પગારમાં કરેલી ઉચાપતને
વસૂલાત કરવા કૃષિ વિભાગે આદેશ કર્યો છે.