• શુક્રવાર, 11 જુલાઈ, 2025

અમદાવાદમાં 724, સુરતમાં 333, ગાંધીનગરમાં 317 મેડિકલ સ્ટોરમાં ચેકીંગ

રાજ્યભરમાં નશાકારક દવાનો દુરુપયોગ, ગેરકાયદે વેચાણ સામે પોલીસનું મેગા ઓપરેશન

બે સ્થળેથી 108 કોડીન સીરપ જપ્ત : એક ગઉઙજ સહિત 45 ગુના દાખલ

અમદાવાદ, તા.9 :રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી આજે રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચાકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો છે.

આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં ચાકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે  દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. ખાસ કરીને શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છે, તેનું પ્રિક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અળશમજ્ઞાyશિક્ષય, ઙવયક્ષફભયાશિંક્ષ, ગશફહફળશમય, ઈવહજ્ઞફિળાવયક્ષશભજ્ઞહ, ઙવયક્ષુહયાવશિક્ષય, ાિuફુજ્ઞહશમજ્ઞક્ષય, ઘડ્ઢુાવયક્ષબાફુંજ્ઞક્ષય તેમજ ખયાrિંજ્ઞક્ષશમફુજ્ઞહયનો સમાવેશ થાય છે. આ દવાનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે.

બપોરથી રાજ્યવ્યાપી શરૂ કરેલા ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે ચાર વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચાકિંગ હાથ ધર્યું હતું. જેમાં એક ગઉઙજ એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આપ્રામાઝોલ બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં 61 મેડિકલ સ્ટોર્સ, નવસારીમાં 184, જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ, ભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં 129 મેડિકલ સ્ટોર, પંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતું અને જ્યારે અમદાવાદ શહેર પોલીસે 724 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કર્યું જેમાં એક ગઉઙજ કેસ સહિત કુલ 160 કેસ દાખલ કરવામાં આવ્યા છે.આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે હાથ ધરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક