• શુક્રવાર, 11 જુલાઈ, 2025

અવસાન

ચક્ષુદાન

રાજકોટ: વડનગરા નાગર, દુષ્યંતભાઇ નાનાલાલ ધોળકિયા (ઉં.80) તે અંજનાબેનના પતિ, દર્પણ અને નિપુર્ણના પિતાશ્રી, સ્વ. શશીકાંતભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. યોગેશભાઇ તથા રોહિતભાઇના ભાઇ, સ્વ. ભાસ્કરભાઇ દેસાઇના જમાઇનું તા.9ના રાજકોટ ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા: તા.11ના સાંજે 5 થી 6 નાગર બોર્ડિંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, રાજકોટ સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન

કરાયું છે.

રાજકોટ: ગુ.હા. સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના રાજકોટ નિવાસી (મૂળ હાપા) પુષ્પાબેન રમેશચંદ્ર ત્રિવેદી તે સ્વ.રમેશચંદ્ર હરીશંકર ત્રિવેદીના પત્ની, સ્વ.અશ્વિનભાઈ (રાજકોટ), ભરતભાઈ (હાપા), રંજનબેન શુકલ (મોરબી)ના માતૃશ્રી, મોહિત, મયંક તથા નમ્રતાના દાદી, સ્વ.બહાદુરભાઈ તથા પ્રવીણભાઈના ભાભી, મનુભાઈ, કૃષ્ણકાંતભાઈ, સ્વ.ગીરીશભાઈ, સ્વ.બીપીનભાઈ, સ્વ.લલીતભાઈ, ઈશ્વરલાલભાઈ, લાભુભાઈ, રમણીકભાઈના બહેનનું તા.9ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષનું બેસણુ તા.1રના સાંજે 4 થી પ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, નાણાવટી ચોક પાસે, રૈયા રોડ, 1પ0 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.

જામનગર: મૂળ ભરાણાવાળા હાલ જામનગર સ્વ.નરોત્તમદાસ હરિદાસ દતાણીના પુત્ર કમલેશ (ઉ.પ4) તે મહેન્દ્રભાઈ, અનિલભાઈ, દિનેશભાઈ, દક્ષાબેન, સ્વ.કમળાબેનના ભાઈ, કિશન, નીખીલ, મહેકના પિતા, કલ્પેશભાઈના કાકાનું તા.10નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.11ના 4 થી પ કષ્ટભંજન હનુમાનજી મંદિર, રેલવે સ્ટેશન પાસે, ગાંધીનગર, શ્વસુર પક્ષની સાદડી સાથે છે.

ધારી: કરમદી નિવાસી લક્ષ્મીબેન હિરાભાઈ મકવાણા (ઉ.67) તે અશોકભાઈ, પ્રવિણભાઈના માતુશ્રી, કર્તવ્ય, નિશાના દાદીનું અવસાન થયુ છે.

જામનગર: ભષ્માંકભાઈ સોલંકી (ઉ.74) તે સ્વ.બાલુભાઈ મુળજીભાઈ સોલંકીના પુત્ર, સ્વ.પિયુષભાઈ બાલુભાઈ સોલંકીના ભાઈ, મીનાબેન સોલંકીના પતિ, મુંજાલભાઈના કાકા, તે ભ્રાંતિ રાહુલ મીત્રી, ધૈર્યતિ અમિત શેઠના પિતાશ્રી, મુંબઈ નિવાસી ચિમનભાઈ ગણેશભાઈ પરમારના જમાઈનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.11નાં સાંજે પ.30 કલાકે ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગર છે.

જામનગર: લલીતાબેન વૃજલાલ મહેતા (ધ્રાફાવાળા) તે સ્વ.વૃજલાલ નવલચંદ મહેતાના પત્ની, શામલજી દોશીના પુત્રી, કમલેશભાઈ, હર્ષાબેન, ઈલાબેન, દક્ષાબેન, પારૂલબેનના માતુશ્રી, મીનાબેન, સ્વ.રમેશભાઈ, સ્વ.અશોકભાઈ, નિલેશભાઈ, રાજેશભાઈના સાસુનું તા.10ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.11ના સવારે 8.30 કલાકે વારિયાના ડેલામાં, જામનગર છે.

વિરપુર (જલારામ): રજનીભાઈ ધીરૂભાઈ ભટ્ટી (ઉ.68)નું તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.11ના 4 થી 6 ખાંટ સમાજવાડી છે.

રાજકોટ: કાંતીગીરી મોતીગીરીનાં પત્ની ગીતાબેન (મંજુબેન) તે હિતેષગીરી ત્થા અંકુરગીરીનાં માતૃશ્રીનું તા.8ના અવસાન થયુ છે. બેસણુ તા.11ના સવારે 8.30 થી 10.30 ગુરૂપ્રસાદ ચોક, રાણી પેલેસ, દોશી હોસ્પિટલ પાસે, રાજકોટ છે.

ભાણવડ: રસીલાબેન પ્રફૂલભાઈ સોનરાત તે ઉત્સવભાઈ, રાધીકાબેનના માતુશ્રી, પ્રણવભાઈ, ચંદ્રશેખરભાઈ, જીજ્ઞેશભાઈ, કરણભાઈના કાકીનું અવસાન થયુ છે. બેસણુ તા.11નાં 4 થી પ ઓમકારેશ્વર મંદીરે કૈલાસનગર ઉમીયાજી પાર્ક પાસે છે.

ગોંડલ: ખુમાનસિંહ વજુભા જાડેજા (ઉ.80) મૂળ પીપરડી હાલ ગોંડલ તે બહાદુરસિંહ (પીપરડી), હરદેવસિંહ (મુંદ્રા), જગદીશસિંહ જાડેજા, જે.વી.જાડેજા (એસઆરપી ગોંડલ)ના મોટાભાઈ, સાવજુવા જાડેજા, જનકસિંહ જાડેજા (એસટી ગેંડલ)ના પિતાનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.1રનાં ચાર થી છ ગણેશ મંદિર પંચવટી સોસાયટી, ગોંડલ છે.

સાવરકુંડલા: નરેશભાઈ હિંમતભાઈ વેલાણી (ઉ.6પ) તે ભારતીબેન નરેશભાઈ વેલાણીના પતિ, ભરતભાઈ, શોભનાબેન મહેશકુમાર પારેખ, ઉષાબેન કપિલકુમાર મહેતા, રીટાબેન વિપુલકુમાર શાહ તેના ભાઈ, કેવલભાઈ, ચિંતનભાઈના પિતાશ્રીનું તા.7ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.11નાં સવારે 10 થી 11 સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સાવરકુંડલા છે.

પોરબંદર: મહેશભાઈ કાંતિલાલ ઘેવરીયા (ઉ.61) (મૂળ ફુલરામાવાળા), નરેન્દ્રભાઈ, નિલેષભાઈ, મંજુલાબેન, મીનાબેન, હંસાબેનના ભાઈ, ખ્યાતિ, હિમાંશુ, દેવલના પિતાશ્રી, શાપુરવાળા કાનજી કુરજી વિઠલાણીના જમાઈનું તા.9 અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, સસરાપક્ષની સાદડી તા.11નાં 4.1પ થી 4.4પ પોરબંદર લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

પોરબંદર: નરોત્તમદાસ અમરશીભાઈ ભાયાણી તે રાજુભાઈ, જયેશભાઈ, વિપુલભાઈ, ભારતીબેન અને રેખાબેનના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે.

ઉપલેટા: સતવારા વલ્લભભાઈ મોહનભાઈ સોનાગ્રાના પુત્ર રવિભાઈ (જેટકો જીઈબી) (ઉ.31) તે દર્શન સોનાગ્રાના મોટાભાઈનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.11 સવારે 9 થી સાંજે 6 સુધી બ્રહ્મ ક્ષત્રિય સમાજ જાગનાથ ચોક પાસે, ઉપલેટા છે.

સાવરકુંડલા: શરદભાઈ પ્રતાપરાય શુકલ (નિવૃત્ત આરએફઓ) (ઉ.7ર) તે ભારતીબેન શરદભાઈ શુકલના પતિ, વિરલના પિતાનું તા.7નાં અવસાન થયું છે. બેસણુ, ઉઠમણુ તા.11ના સાંજે 4 થી 6 પરશુરામ ઉપવનવાડી, ગર્લ્સ હાઈસ્કુલની બાજુમાં, સાવરકુંડલા છે.

અમરેલી: વંડા નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ દિનેશભાઈ કાનજીભાઈ મહેતા તે સ્વ.ગોપાલભાઈ, ચંદ્રકાન્તભાઈ, ઘનશ્યામભાઈ, સુધીરભાઈ, હર્ષદભાઈ, દીપકભાઈ, મધુબેનના ભાઈ, ભાવનાબેનના પતિ, પિયુષભાઈ, અનંતભાઈના પિતાશ્રીનું તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.1રના સવારે 8 થી સાંજે 6 સુધી તેમના નિવાસ સ્થાન વંડા છે.

બગસરા: બાલાભાઈ ગોવિંદભાઈ ભાયાણી (ઉં.65) તે રાજુભાઈ, જગદીશભાઈ તેમજ મિલનભાઈના પિતાનું તા.9નાં અવસાન થયુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક