રાજકોટ:
નિરૂપમાબેન (નીરૂબેન) જયંતિભાઈ મકવાણા તે રાજેશભાઈ, કેતનભાઈ, પ્રફુલભાઈના માતુશ્રી,
હર્ષલ, હિર, આર્યન અને મિશ્વાના દાદી, વિનોદભાઈ ભગવાનજીભાઈ પીઠવાના બહેનનું તા.5ના
અવસાન થયું છે. બેસણું તા.7ના 5 થી 6-30, પુરૂષાર્થ મહાદેવ, હરિધવા રોડના છેડે, કોઠારીયા
મેઈન રોડ, રાજકોટ છે.
પડધરી:
સ્વ.હર્ષદરાય કાંતિલાલ કોટકની પુત્રી નમ્રતા પ્રતિકકુમાર ઠક્કર (ઉ.43) તે કિશન (કુમાર)
હર્ષદરાય કોટક, માનસી (મીતા) સંજયકુમાર સોનછાત્રાની બહેન, તે જયંતભાઈ, પ્રફુલચંદ્રના
ભત્રીજીનું તા.2ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 5 થી 6, દરિયાલાલ
મંદિર, લોહાણા મહાજન વાડી, પડધરી છે.
જામખંભાળીયા:
સહત્ર ઝાલાવાડી ઔદિચ બ્રાહ્મણ જ્ઞાતિના નરેન્દ્રભાઈ શંકરલાલ પંડયા (નેરૂ ચાચા)(ઉ.83)
તે સંજયભાઈ, કલાપીભાઈ (િજલ્લા પંચાયત કર્મચારી) તથા સુજલ પંડયાના દાદા, પંકજભાઈ પંડયાના
કાકાનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ના સાંજે 5 થી 5-30, ભાઈઓ-બહેનો માટે
સહત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રહ્મપુરી, રામ મંદિર પાસે નગર ગેટ ખંભાળીયા છે.
વડિયા:
સ્વ.મગનલાલ ત્રિભોવનદાસ બરછાના જમાઈ વિનોદરાય કરશનદાસ રાજાણી (ઉ.76) (આણંદ)નું તા.4ના
અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.7ના બપોરે 3-30 થી 5-30, લોહાણા મહાજન વાડી, વડિયા
છે.
વાંકાનેર:
પુષ્પાબેન નગીનદાસ ભટ્ટી તે મહેન્દ્રભાઈ, દિપકભાઈ, પ્રીતિબેન અશોકભાઈ રાઠોડના માતુશ્રી,
મયંક, અવધના દાદીમા, શિવુના નાનીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4 થી
6, શ્યામવાડી, બજાર ચોક, વાંકાનેર છે.
અમદાવાદ:
સ્વ. ભાઇચંદભાઇ મેહતાના પુત્ર, ચંદ્રકાન્તભાઇ તે રિપલભાઇ, શ્રીતાબેનના પિતાશ્રી, હસમુખભાઇ
મેહતાના મોટા ભાઇનું તા.6ના અમદાવાદ મુકામે અવસાન થયું છે.
ગોંડલ:
ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજના ભારતીબેન ઇન્દુભાઇ શુકલ (ઉ.79) તે મુકેશભાઇ ઇન્દુભાઇ શુકલનાં
માતુશ્રી, જય અને જીલના દાદીનું તા.3ના અવસાન
થયું છે. બેસણું તા.7ના સાંજે 4 થી 6 લુહાર જ્ઞાતિની વાડી, 15 સ્ટેશન પ્લોટ, નિવાસસ્થાનની
બાજુમાં ગોંડલ છે.
સાવરકુંડલા:
મુકતાબેન વલ્લભભાઇ ચોટલીયા (ઉ.75) તે વલ્લભભાઇ વિરજીભાઇ ચોટલીયાના પત્ની, વિપુલભાઇ,
ગુણવંતભાઇ, જતીનભાઇના માતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4 થી 6 શ્રીજીનગર
હાથસણી રોડ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા: બારોટ સોહિલભાઇ ભુપતભાઇ ઘેલાણી (ઉ.32) તે બારોટ
શાંતિભાઇના ભત્રીજા, વિરલભાઇ (ભાઇ), નિખિલભાઇ, પ્રકાશભાઇ, આદિત્યભાઇના ભાઇ, બારોટ ભુપતભાઇ
નાનજીભાઇ ઘેલાણીના દીકરાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના 4 થી 6 શ્રીજીનગર સ્વામિનારાયણ ગુરૂકુળ બાજુમાં શેરી નંબર-3, સાવરકુંડલા
છે.