• શુક્રવાર, 11 જુલાઈ, 2025

avshan nodh

રાજકોટ: મૂળ વતન બાલવા હાલ રાજકોટના વાણંદ મનસુખભાઈ હિરજીભાઈ બગથરીયા (ઉ.63) (એવન હેર ડ્રેસર ગ્રુપ) તે ગોરધનભાઈ, નવીનભાઈ, દિનેશભાઈના ભાઈ, જયકિશનભાઈ, સોનલબેન તથા દિપાલીબેનના પિતાશ્રી, યોગેશભાઈ, જયેશભાઈ, વિશાલભાઈ, કુનાલભાઈના કાકા, ચિરાગભાઈના ભાઈજીનું તા.6ના અવસાન થયું છે. બેસણુ તા.10નાં 4.30 થી 6.30 વાણંદ સમાજની વાડી, લક્ષ્મીનગર-1, રાજકોટ છે.

રાજકોટ: કેશોદવાળા હાલ રાજકોટ બટુકભાઈ પરસોતમભાઈ સાંચલા (ઉ.73) તે ભાવેશભાઈ, હરેશભાઈ, ધવલભાઈ તથા પૂજાબેન કિરીટકુમાર ધામેચાના પિતાશ્રી, સ્વ.ગીરધરભાઈ તથા મનસુખભાઈ, વિનુભાઈ તથા જયશ્રીબેનના ભાઈનું તા.7ના અવસાન થયું છે. બેસણુ, સાદડી તા.10ના 4 થી પ રાજકોટ મુકામે કમરગંગા વાડી પ્લોટ નં.રર/ર3 ખાતે છે.

રાજકોટ: લુહાર સ્વ.જગજીવનભાઈ કાનજીભાઈ પીઠવા તે સ્વ.માધવજીભાઈ, ગીરધરભાઈ પીઠવાના મોટાભાઈ, નરેન્દ્રભાઈ અને મહેન્દ્રભાઈના પિતાશ્રી, રૂપેશભાઈના દાદાનું તા.7ના અવસાન થયું છે. બેસણુ તા.10નાં સાંજે 4 થી 6 લુહાર બોર્ડિંગ, રાષ્ટ્રીય શાળા સામે, રાજકોટ છે.

માણાવદર: મનસુખભાઈ પુંજાભાઈ વાજા (ઉ.66) તે બ્રિજેશભાઈના પિતાશ્રી, સુરેશ અને જયેશના દાદાનું તા.7ના અવસાન થયું છે. બેસણુ તા.10ના સાંજે 4 થી 6 ખોડીયાર મંદિર, બાવાવાડી, માણાવદર છે.

મોરબી: હાજીયાણી જુબેદાબેન હાજી ગુલામ રસુલ ભટ્ટી તે હસનઅલી (ચિરાગ વિડિયો) તથા યુસુફભાઈ (રોયલ પ્લાસ્ટીક)ના માતા, ઓસમાણગની એહમદ, મકબુલના દાદીનું તા.4નાં અવસાન થયું છે. બેસણુ તા.11નાં સાંજે 4 થી 6 તેમના ઘરે નહેરૂગેઈટ અંદર, પખાલી શેરી મોરબી છે.

વેરાવળ: સ્વ.પ્રભાકરભાઈ ધીરજલાલ શાહના પત્ની નિરુપમાબેન (ઉ.69) તે ધારિણીબેન, જેમીનભાઈના માતુશ્રી, રાજકોટ નિવાસી સ્વ.માણેકલાલ દામોદરભાઈ મહેતાના પુત્રીનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.10નાં સવારે 10 થી 1ર શાંતિનાથ જૈન ઉપાશ્રય, શિક્ષક કોલોની, વેરાવળ છે.

સાવરકુંડલા: સાવરકુંડલા નિવાસી હાલ આણંદ સતીષભાઈ હરજીવનભાઈ માટલીયાના પત્ની શ્રીમતિ ગુણવંતીબેન (સાવરકુંડલા કુમારશાળાના નિવૃત શિક્ષક) (ઉ.8ર) તે મૂળ સાવરકુંડલા અને હાલ મુંબઈ નિવાસી ગૌસેવક જયેશભાઈ માટલીયા, આણંદ નિવાસી પીયૂષભાઈ માટલીયાના માતુશ્રીનું તા.8ના અવસાન થયું છે.

માણાવદર: અનસુયાબેન (ઉ.વ.63) તે શાંતિલાલ હીરજીભાઈ ગોહિલ (નિવૃત્ત કંડકટર)ના પત્ની, હિતેશ, પરેશ (ટીચર પ્રા.સ્કૂલ, જૂનાગઢ)ના માતુશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણુ તા.11નાં બપોરે 4 થી 6 લોહાણા મહાજનવાડી, બાગ દરવાજા, માણાવદર છે.

પોરબંદર: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિજયભાઈ જીવરામભાઈ જોષી (ઉ.63) તે સત્યમ, ડૉ.માનસીના પિતાશ્રી, ચંદ્રિકાબેનના પતિ, સ્વ.મનુભાઈ, સ્વ.ગિરીશભાઈ, હરીશભાઈ, તરલાબેન ગુણવંતરાય દવે, સ્વ.પ્રતિભાબેન દિલીપભાઈ દવેના નાનાભાઈ, પલ્લવી, અલ્કા, રીના, સ્વ.આશા, પ્રતિક્ષા અને વર્ષાના કાકાનું તા.7ના અવસાન થયું છે. બેસણુ તા.10નાં સાંજે 4 થી પ ગોપનાથ મહાદેવ મંદિરે છે.

બોટાદ: મોટી ધરાઈ નિવાસી હાલ બોટાદ પોપટભાઈ મગનભાઈ ડાબસરા (ઉં.86) તે ભરતભાઈ (નિવૃત્ત આચાર્ય ઉગામેડી), ઘનશ્યામભાઈ, રાજુભાઈ, સ્વ.દિનેશભાઈ, અશોકભાઈ, મંજુલાબેન, નીતાબેનના પિતાશ્રી, વિનુભાઈના કાકા, પ્રવિણભાઈના મોટાબાપુ, અલ્પાબેન, એકતાબેન, ભાવિકાબેન, કવિતાબેન, પુજાબેન, ક્રિષ્નાબેન, ધારાબેન, અમિષાબેન, વિશાલભાઈ, અલ્પેશભાઈ, ભાવિન, મેહુલ, સંદીપ, પાર્થ, પિયુષ, હિમેશના દાદાનું તા.7ના અવસાન થયું છે. બેસણુ તા.10 થી 11 બે દિવસ માટે બોટાદ ખાતે તેમજ વતન મોટી ધરાઈ તા.વલ્લભીપુર ખાતે બેસણુ તા.1ર જુલાઈ શનિવારે બપોરે 3 થી પ રાખેલ છે.

કોડીનાર: મૂળ મહુવા નિવાસી સ્વ.અમૃતલાલ હરિલાલ સેવકના પત્ની તારાબેન (ઉ.8પ) હાલ કોડીનાર તે યાત્રિકભાઈ નૌતમલાલ સેવક, મહીપતભાઈ (ભૂટાભાઈ) સેવક, હેમંતભાઈ સેવક અને પ્રમીલાબેન એચ. અધિકારીના ભાભુ, સ્વ.નાનાલાલ જટાશંકર પંડયા કોડીનારના ભત્રીજી, ગજાનંદભાઈ, જગદીશભાઈ અને રાજેશભાઈના મોટાબેનનું તા.7ના કોડીનારમાં અવસાન થયું છે. બેસણુ તા.13નાં સવારે 10થી સાંજે જગદીશ પંડયાના નિવાસ સ્થાને સત્યમ્ સોસાયટી, ગરબી ચોક, કોડીનાર છે.

ઇ-પેપરના નવા શુલ્ક