મોરબી:
કુબેરનાથ મહાદેવના પુજારી હાલ વાંકાનેર રાજેશગિરી કૈલાશગિરી ગોસ્વામીનું તા.6ના અવસાન
થયું છે. બેસણું તા.10ને ગુરૂવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાને સ્ટેશન રોડ, રેલ્વે
સ્ટેશન પાસે, વાંકાનેર ખાતે છે.
કેશોદ:
પ્રશ્નાવાડા નિવાસી આજકગીરીનારાયણ બ્રાહ્મણ મુકેશકુમાર નાનાલાલ જોષી (ઉ.વ.54) તે હર્ષલભાઈ
તથા નેત્રાના પિતા તથા હિંમતલાલ વલ્લભજી જોષીના ભત્રીજા અને મીતેશભાઈ નટવરલાલ જોષી
(જૂનાગઢ)ના ભાઈનું તા.5ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.10ને ગુરૂવારે સાંજે 4
થી 6, રામેશ્વર મંદિર, એરોડ્રામ રોડ ઉપર છે.
જેતપુર:
માધવીબેન (ઉ.વ.49) તે નીતિનભાઈ દેવચંદભાઈ આશરાના પત્ની, ગોકળદાસ કાનજીભાઈ પડીયાની પુત્રી
(સુરત) તેમજ અતુલભાઈના નાનાભાઈના પત્નીનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ને
ગુરૂવારે સાંજે 4 થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ફુલવાડી, ભાદર રોડ, જેતપુર ખાતે
છે.
જૂનાગઢ:
ગીરીનારાયણ બ્રાહ્મણ અમદાવાદ નિવાસી મીનાબેન નંદકિશોર પાઠક (ઉ.વ.67) તે સ્વ.અનસુયાબેન
રમણકાંત ઠાકરના પુત્રી, વર્ષાબેન, ઉષાબેન, હિમાંશુભાઈ તથા દર્શનાબેનના બહેનનું તા.4ના
અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.10ને ગુરૂવારે સાંજે 5 થી 6, ગીરીનારાયણ બ્રહ્મપુરી,
મહાલક્ષ્મી સ્ટ્રીટ, પંચહાટડી ખાતે છે.
જામનગર:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રમેશચંદ્ર ભટ્ટ (ઉ.વ.69) તે સ્વ.લાભશંકર ત્રિભોવનદાસ ભટ્ટ
(ધોરાજી)ના પુત્ર, મીનાબેન (ચનીબેન)ના પતિ, સ્વ.હર્ષિદાબેન વ્યાસ, નયનાબેન ભટ્ટ, ગીરીશભાઈ
ભટ્ટ, સ્વ.અરૂણભાઈ ભટ્ટ તથા સ્વ.સુધાબેન પંડયાના ભાઈ, કેયુરભાઈ, આશિષભાઈ, વિષ્ણુભાઈના
પિતા તથા રાધિકાબેન આશિષભાઈ ભટ્ટના સસરા, સ્વ.રમણીકલાલ ઉમિયાશંકર વ્યાસના જમાઈનું તા.7ના
અવસાન થયું છે. બેસણું તા.10ના બપોરે 4 થી 5, ઔદિચ્ય ખરેડી સમવાય જ્ઞાતિની ‘શાંતા વાડી’,
કૈલાશપાર્ક, રિલાયન્સ પેટ્રોલ પંપવાળો ઢાળીયો, રાજકોટ રોડ, ગુલાબનગર, જામનગર ખાતે છે.
ફલ્લા:
જામનગર તાલુકાના ફલ્લા ગામના સૌથી મોટી ઉંમરના વૃદ્ધા મણીબેન ચકુભાઈ મારવણીયા (ઉ.109)નું
અવસાન થતા તેમની સ્મશાન યાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. સ્મશાને પણ ધુન ચાલુ રાખી હતી.
ગોંડલ:
ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ ભારતીબેન ઈન્દુભાઈ શુક્લ (ઉ.વ.79) તે મુકેશભાઈના માતા તથા
જય અને જીલના દાદીનું તા.3ના અવસાન થયું છે.