• શુક્રવાર, 11 જુલાઈ, 2025

અવસાન નોંધ

વરિષ્ઠ પત્રકાર દિલીપ ભટ્ટના પિતાશ્રીનું અવસાન : આજે બેસણું

રાજકોટ: વરિષ્ઠ પત્રકાર દિલીપ ભટ્ટ (ગુજરાત સમાચાર)ના દિનકરરાય ભટ્ટનું 89 વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે. તેઓ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામ ડુંગરમાં શિક્ષક હતા. બહુ નાનકડા ગામમાં આજીવન રહીને તેમના પરમાર્થની મહેક દૂર દૂર સુધી ફેલાયેલી હતી. યુવાનીના વર્ષોમાં તેઓ દર વેકેશનમાં ધર્મતીર્થોમાં ટહેલ એટલે કે સેવા કરવા જતા, આખા પરિવારને સેવામાં લગાડતા. સત્તાધારના મહંત શામજીબાપુ સાથે તેમને બહુ અંગત શ્રદ્ધાપૂર્વકનો સંબંધ હતો. તેમના મૂળ વતન ખાંભામાં પણ તેમણે શરૂઆતમાં થોડો સમય નોકરી કરી. કલા, સાહિત્ય અને સંગીતમાં તેઓ ખુબ રસ લેતા. સારા હાર્મોનિયમ વાદક હતા. તેમના મિત્રો તેમને ભગત તરીકે જ ઓળખતા અને એવું માન આપતા. છેલ્લા એક વરસથી તેઓ રાજકોટ તેમના પુત્ર સાથે જીવન વિતાવતા હતા. વયના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા દેવપોઢી એકાદશીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓનું બેસણું તા.10ને ગુરુવારે સાંજે 4થી 6 દરમિયાન તેમના નિવાસ સ્થાન, કલાનિકેતન એપાર્ટમેન્ટ, ગુજરાત ગેસની નવી ઓફિસ સામે, આર.કે.નગર, રાણી ટાવર પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

 

મોરબી: સ્વ.જયંતીભાઈ મગનલાલ ચૌહાણ (ઉં.વર્ષ 79) તે સ્વ.મગનલાલ ત્રિકમજી ચૌહાણના પુત્ર, પરેશભાઈના પિતાશ્રી, પ્રભાબેન મગનલાલ ચૌહાણ (સ.વ.પ. કન્યા વિદ્યાલય)ના મોટાભાઈનું તા.8ના અવસાન થયુ છે. બેસણુ તા.10ના ગુરુવાર સાંજે 4થી 6, જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી છે.

જૂનાગઢ: મૂળ વાંસજાલિયા હાલ જૂનાગઢ નિવાસી જયાબેન રામજીભાઈ રાયઠઠ્ઠા (ઉં.9ર) તે સ્વ.રામજીભાઈ રતનશીભાઈ રાયઠઠ્ઠાના પત્ની, મુકેશભાઈ, ગિરીશભાઈ, રમેશભાઈ, પ્રફુલ્લાબેન ધીરજલાલ તન્ના, નિશાબેન રાજેન્દ્રભાઈ તન્ના, ભારતીબેન નરેશભાઈ સોઢા, દક્ષાબેન અજયભાઈ રાજાણીના માતુશ્રી, સ્વ.ભગવાનજીભાઈ ગણાત્રાના પુત્રીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી સાથે તા.10ના બપોરે 4.30થી પ.30 અશોકનગર કોમ્યુનિટી હોલ, જયશ્રીનગર, જૂનાગઢ છે.

સાવરકુંડલા: ઘનશ્યામભાઈ વલ્લભભાઈ વિરાણી (ઉં.60) ખોડાભાઈ, સુરેશભાઈ, અશોકભાઈના ભાઈ, ચિરાગભાઈના ભત્રીજા, ભદ્રેશભાઈ અને ધર્માંશુના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે. તા.10ના સવારે 8થી પ જલારામ સોસાયટી પાસે, ઘનશ્યામનગર જેસર રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: બટુકભાઈ મગનભાઈ ડોડિયા તે યોગેશભાઈ, જીજ્ઞેશભાઈ, ચીમનભાઈના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના બપારેના 4થી 6 માધવાણીની વાડી, ગુર્જર સમાજવાડી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ગુણવંતીબેન સતિષકુમાર માટલિયા (ઉં.8ર) તે સતિષભાઈ હરજીવનદાસ માટલિયાના પત્ની, જયેશભાઈના માતુશ્રીનું તા.8ના અવસાન થયું છે.

સાવરકુંડલા: રેખાબેન ભગવાનદાસ ગોંડલિયા તે ભગવાનદાસ આત્મારામજી ગોંડલિયાના પત્ની, અરુણકુમાર, રવિકુમારના માતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.10ના 4થી 6 કાનજીબાપુ ઉપવનવાડી સાવરકુંડલા છે.

રાજકોટ: દસા સોરઠિયા વણિક મોટાદડવાવાળા તરલાબેન મનસુખલાલ મોડલિયા (હાલ સિકંદરાબાદ) (ઉં.83) પ્રવિણચંદ્ર વિઠ્ઠલદાસ માંડાણી તથા કિશોરભાઈ વીઠ્ઠલદાસ માંડાણીના મોટા બહેન તેમજ સ્વ.લલિતાબેન અમૃતલાલ માંડવિયા તથા સ્વ.મંજુલાબેન છોટાલાલ પારેખના નાનાબહેનનું અવસાન થયું છે. બેસણું તા.11ના 4.30થી પ.30 માલવિયાવાડી, ગોંડલ રોડ, રાજકોટ છે.

ગોંડલ: માવજીભાઈ બચુભાઈ કાછડિયા (ઉં.8ર) તે વિજયભાઈ, મુકેશભાઈ (ખોડલ એન્ટરપ્રાઈઝ, ગોંડલ)ના પિતા, જીલ, આયુષના દાદાનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.11ના સાંજે 4થી 6 પટેલવાડી, જેલ ચોક, ગોંડલ છે.

જામનગર: અમૃતલાલ રાયચંદ સંઘવી (ઉં.91) તે સ્વ.રાયચંદ ભાણજી સંઘવી (ખીલોસ)ના પુત્ર, સ્વ.મુલચંદ મીઠાલાલના જમાઈ, રાજેશભાઈ (અમેરિકા), અલ્પાબેન ડી.શાહ, પ્રિતિબેન સંઘવીના પિતાશ્રી, ડૉ.મીત શાહ, ડૉ.ધરતી શાહ, રોહન સંઘવી, સિયા સંઘવી, રીયા સંઘવી, હેના સંઘવીના દાદા, સ્વ.લક્ષ્મીચંદ, સ્વ.કાંતિલાલ, સ્વ.ચમનલાલ, સ્વ.મનહરલાલ, ડૉ.નવિનચંદ્રના ભાઈનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ના સવારે 8.30 વાગ્યે કે.ડી.શેઠ ઉપાશ્રય, સત્યસાંઈ સ્કૂલ સામે, જામનગર છે.

મુંબઈ : હાલાઇ લોહાણા  ચંદ્રકાંત વિઠ્ઠલાણી (ઉં. 81) મૂળ ગામ કેશોદ, હાલ કાંદીવલી તે સ્વ. દેવકુંવરબેન તુલસીદાસ વિઠ્ઠલાણીના પુત્ર, દેવયાનીના પતિ, મયૂર, ધવલના પિતા, સ્વ. મનસુખલાલ, પ્રભુદાસ, રમેશચંદ્ર, સ્વ. કાંતાબેન લક્ષ્મીદાસ સૂચક, સ્વ. ગુલાબબેન જયંતીલાલ પૂજારા, સ્વ. તારાબેન વંદ્રાવનદાસ તન્ના, સ્વ. કુમુદબેન હિંમતલાલ ઠકરારના ભાઈ તે સ્વ. રાધાબેન ઇશ્વરલાલ રૂપરેલિયાના જમાઈ, તે રૂપા અને શ્વેતાના સસરા, ઈશા, આર્યા અને મનનના દાદાનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ના સાંજે 5થી 7 લોહાણા મહાજનવાડી, બીજે માળે, એસ.વી.રોડ, કાંદીવલી વેસ્ટ ખાતે છે.

જસદણ: દશા મોઢ માંડલિયા વણિક જયશ્રીબેન મહેશભાઈ વડોદરિયા (ઉં.67) તે તેજસભાઈ (એસબીઆઈ જસદણ), ભૂમિબેનના માતુશ્રી, ભરતભાઈના ભાભીનું તા.8 અવસાન થયું છે. બેસણુ, પ્રાર્થનાસભા તા.10ના સાંજે 4થી પ ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેશન સામે, જસદણ છે.

પોરબંદર: શાંતિલાલ મોહનલાલ લાખાણી (ઉં.વ.84) (રિદ્ધિકા ફેબ્રિક્સ, મફતલાલવાળા) તારાબેનના પતિ, અલ્પાબેન મનીષભાઈ રાડિયા (લિસ્બન), તુષારભાઈ અને તેજસભાઈના પિતાશ્રી, લાલપુરવાળા, સ્વ.વલ્લભદાસ મોનજીભાઈ પાબારીના જમાઈનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરાપક્ષની સાદડી તા.10ના સાંજે પથી 6 પોરબંદરના બીરલાહોલ ખાતે છે.

ઉના: સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ વૃજલાલ જયંતીલાલ ઠાકર (પ્રમુખ: જે.એન.ઠાકર હાઈસ્કૂલ, વડવિયાળા) (ઉં.84) તે કિશોરીબેન પ્રકાશભાઈ મહેતા (મુંબઈ), સાધનાબેન સુધીરભાઈ જોશી, હિનાબેન ધર્મેશભાઈ જોશી, કૌસંબીબેન અલ્પેશભાઈ જોશી, છાયલબેન ચેતનભાઈ દોશી, ધરાબેન કપિલભાઈ જોશીના પિતા, ભૂપેન્દ્રભાઈના મોટાભાઈનું તા.8ના અવસાન થયું છે. સાદડી તા.10ના બપોરે 3થી 6, હેમેન્દ્ર બાગ, ઉન્નત નગર ઉના છે.

રાજકોટ: ગુજરાતી મચ્છુ કઠિયા દરજી સ્વ.તારાબેન રાજેશભાઈ પરમાર (ઉં.70) તે રાજેશભાઈ બચુભાઈ પરમારના પત્ની, ચંદ્રેશ, તેજસના માતુશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.11ના સાંજે 4થી 6 દરજી જ્ઞાતીની સહયોગ વાડી, ભક્તિનગર સર્કલ, સ્વામિનારાયણ ગુરુકુળની સામે, રાજકોટ છે.

રાજકોટ: ગામ ધર્મેજ હાલ રાજકોટ ભૂપેન્દ્રભાઈ રવજીભાઈ પટેલ (ઉ.83) (લુહાર વિદ્યાર્થી ભવન)ના ગૃહપતિ તે તુષારભાઈ પટેલ (સુકેતુ ઝેરોક્ષ)ના પિતાશ્રી, રોમીલ, ઝીનલના દાદાનું તા.8ના અવસાન થયું છે. બેસણુ તા.10નાં સાંજે 4 થી 6 બ્રાહ્મણ બોર્ડીંગ, ગોપાલનગર-9, ડૉ.રાજાણી દવાખાનાની બાજુમાં, નિવાસ સ્થાન નજીક, રાજકોટ છે.

પોરબંદર: નરેશભાઈ પરસોત્તમભાઈ મદલાણી (ઉ.61) તે ભાણવડવાળા ઈન્દુલાલ ઓધવજી મદલાણી, ચેતનભાઈ દુર્લભજી મદલાણી, મહેશભાઈ કાનજીભાઈ મદલાણી, હસુબેન નટવરલાલ રાજાણીના ભાઈ, નટવરલાલ મગનલાલ રાજાણીના સાળાનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.10ના 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોનું સંયુક્ત છે.

જૂનાગઢ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ શ્રી અમૃતલાલ શિવશંકર જોષી (બચુઅદા) (ઉં.96) તે લલિતભાઈ (ટીનમસ), પ્રફુલ્લભાઈ (ફૂલા અદા) તથા રમાબેન હર્ષદરાય રાવલના પિતાશ્રી, ઉપેન્દ્ર, મનીષ, અલ્કાબેન (અમદાવાદ), પુનમ (જૂનાગઢ), આરતી (રાજકોટ)ના દાદા, ભરતભાઈ જોષીના મોટા બાપુજીનું તા.6ના અવસાન થયુ છે. બેસણુ તા.10ના બપોરે 3 થી પ સહકાર ભવન, પાણીની ટાંકી પાસે, નાગરિક બેંક સોસાયટી, મધુરમ, જૂનાગઢ છે.

રાજકોટ: મેસર્સ ભાણજી દેવજી તમાકુવાળા સ્વ.મહેન્દ્રભાઈ અમૃતલાલ કક્કડના પત્ની પ્રતીક્ષાબેન તે પ્રવિણચંદ્ર ઝવેરદાસ પુજારા (ધ્રાંગધ્રા)ના દિકરી, આકાશ એન્ટરપ્રાઈઝવાળા મેહુલભાઈ, જસ્મીનભાઈના માતુશ્રીનું તા.8ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયરપક્ષની સાદડી તા.11ના સાંજે પ કલાકે સોમનાથ મહાદેવ મંદિર, મોહનનગર, સોજીત્રાનગર પાણીના ટાંકા સામેની શેરી, રાજકોટ છે.

જૂનાગઢ: મૂળ વાંસજાળિયા હાલ જૂનાગઢ નિવાસી જયાબેન રામજીભાઈ રાયઠઠ્ઠા (ઉ.9ર) તે સ્વ.રામજીભાઈ રતનસીભાઈ રાયઠઠ્ઠાના પત્ની, મુકેશભાઈ, ગિરીશભાઈ, રમેશભાઈ, પ્રફુલ્લાબેન ધીરજલાલ તન્ના, નિશાબેન રાજેન્દ્રભાઈ તન્ના, ભારતીબેન નરેશભાઈ સોઢા, દક્ષાબેન અજયભાઈ રાજાણીના માતુશ્રી, સ્વ.ભગવાનજીભાઈ ગણાત્રાના પુત્રીનું તા.8ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી સાથે છે. તા.10ના બપોરે 4.30 થી પ.30 અશોકનગર કોમ્યુનિટી હોલ, જયશ્રીનગર, જૂનાગઢ છે.

બગસરા: રમેશચંદ્ર જયંતિલાલ જીવાણી (ઉ.66) તે સ્વ.રાજેશભાઈ, મહેશભાઈ, ગિરીશભાઈ તેમજ અલકાબેનના મોટાભાઈ, આશિષભાઈ, સંદીપભાઈ, કોમલબેનના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણુ, બેસણુ તા.11ના સાંજે 4 થી 6 લોહાણા મહાજનવાડી (બગસરા) છે.

રાજકોટ: વિક્રમસિંહ રેવતુભા જાડેજા (કોઠા ભાડુકીયાવાળા) તે રાજેન્દ્રસિંહના ભાઈ, શૈલેન્દ્રસિંહ, ધીરેન્દ્રસિંહના પિતાશ્રી, દીપેન્દ્રસિંહના કાકાનું તા.8ના અવસાન થયુ છે. બેસણુ તા.10નાં ગુરુવારે જાગૃતિ હોલ, ભોમેશ્વર મંદિર પાસે, રાજકોટ છે.

વેરાવળ: સોની મનસુખલાલ દિવેચા (ઉં.71) તે નંદલાલ પાનાચંદ દિવેચાના પુત્ર, અનંતરાયભાઈ, જગતભાઈ, મંજુલાબેનના ભાઈ, આશાબેનના પતિ, પોરબંદરવાળા ગિરીશભાઈ ત્રિભોવનદાસ ગેરીયાના બનેવી, અમિતભાઈ, પૂર્વીબેન, જીજ્ઞાબેનના પિતાશ્રીનું તા.8ના અવસાન થયુ છે. બેસણુ તા.10ના સવારે 10 થી 1ર વાઘેશ્વરી મંદિર પાસે, ગોપાલકૃષ્ણ સોસાયટી, આશીર્વાદ હોસ્પિટલ પાછળ, વેરાવળ છે.

જૂનાગઢ: જમનભાઈ ગાંગજીભાઈ કાલરીયાનું તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.11ના સાંજે 4 થી 6 દ્વારીકા-1ર એપાર્ટમેન્ટ, હરિઓમનગર, ઝાંઝરડા રોડ, પેટ્રોલપંપની પાછળ, જૂનાગઢ છે.

ઇ-પેપરના નવા શુલ્ક