લ ચાવડા
વર્ષ 2017માં જ્યારે માણાવદરના એમએલએ હતા ત્યારે જે પત્ર લખ્યો હતો તે જ પત્ર તેમણે
સોશિયલ મીડિયામાં મુકતા રાજકારણ ગરમાયું
અમદાવાદ,
તા.18 : ભાજપથી નારાજ જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં
રાજકીય ગરમાવો આવી ગયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય હવે
જવાહર ચાવડા લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. જવાહર ચાવડાએ વર્ષ 2017માં માણાવદરના
એમએલએ હતા ત્યારે જે પત્ર લખ્યો હતો તે જ પત્ર તેમણે સોશિયલ મીડિયામાં મૂકતા રાજકારણ
ગરમાઈ ગયું છે.
ઉલ્લેખનીય
છે કે ગઈકાલે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી
એક પત્ર લખ્યો હતો જે બાદ રાજ્યનાં રાજકારણમાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો. પત્રમાં
ભાજપથી નારાજ જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા
હતા. 2022માં પેટાચૂંટણીમાં હાર થયા બાદ જવાહર ચાવડામાં કડવાશ જોવા મળી રહી હતી.
દરમિયાન
ભાજપથી નારાજ રહેલા જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ બહાર આવ્યો છે. જવાહર ચાવડા જ્યારે
કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે લખેલો પત્ર અત્યારે તેમણે જ વાયરલ કર્યો છે. જવાહર ચાવડા
જ્યારે 2017માં માણાવદરના ધારાસભ્ય હતા ત્યારે તેમણે જૂનાગઢના કલેક્ટરને પત્ર લખ્યો
હતો. જેમાં ખામધ્રોળમાં બનેલા કમલમ પર તેમણે આરોપ લગાવ્યો હતો.
તે
સમયે જવાહર ચાવડાએ આરોપ લગાવી દાવો કર્યો હતો કે શરતભંગ થયેલી જમીન પર કમલમ બન્યું
છે અને તેમણે વિવાદિત કમલમનું લોકાર્પણ મુખ્યમંત્રી કે મંત્રી ન કરે તેવું સૂચન પણ
કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે પણ ચાવડા આરોપ લગાવી
ચૂક્યા છે ત્યારે હવે જૂનો લેટર સોશિયલ મીડિયામાં મૂકતા રાજકારણ ગરમાયું છે.
ચાવડાના
લેટર ‘બોમ્બ’
‘સદસ્યતા
અભિયાન’ મુદ્દે કોંગ્રેસના નેતાએ ઇઉંઙ પર સાધ્યું નિશાન
અમદાવાદ,
તા.18 : જવાહર ચાવડાના લેટર ‘બોમ્બ’ અને ‘સદસ્યતા અભિયાન’ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા
ડો. મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે,
ભાજપમાં હાલમાં ત્રણ જૂથ કાર્યરત જોવા મળી રહ્યા છે.
અહીં
નોંધવું ઘટે કે, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તાજેતરમાં પીએમ નરેન્દ્ર
મોદીને સંબોધી લખેલા પત્રમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ
કર્યા છે, જેનાથી રાજ્યમાં રાજકીય ધમસાણ વધી ગયું છે. આ પત્ર અંગે હવે ડો. મનિષ દોશીની
પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ઇઉંઙમાં હાલમાં 3 જૂથ કાર્યરત જોવા મળી
રહ્યા છે. એક છજજ સાથેનું જૂથ, બીજું ખૂણામાં મુકાઈ ગયેલા નેતાઓ અને પક્ષપલટુઓનું ગ્રુપ
અને ત્રીજું સત્તા સાથે અને સત્તાના લાભાર્થીઓનું જૂથ છે.
ડો.દોશીએ
આગળ ઉમેર્યું હતું કે, જવાહર ચાવડાએ જે વાત કરી તે ઘણી ગંભીર વાત છે. જવાહર ચાવડા જાહેર
જીવનના નેતા છે. કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે.
જવાહર ચાવડાને કોંગ્રેસમાં લેવા કે ન લેવા તે પક્ષનું નેતૃત્વ નક્કી કરશે. ડો. દોશીએ
આરોપ લગાવતા કહ્યું કે, ભાજપના નેતાઓનાં કારણે જૂનાગઢમાં પૂર આવ્યું છે. ભૂતકાળમાં
મુખ્યમંત્રીએ જાહેરમાં કહ્યું છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે પરંતુ મુખ્યમંત્રીનું
કોઈ સાંભળતું નથી. ઉપરાંત ડો.દોશીએ ઇઉંઙના
‘સદસ્યતા અભિયાન’અંગે વાત કરતા કહ્યું કે, ભાજપનાં કુશાસન સામે લોકોનો ભારે આક્રોશ
છે. ભાજપના ‘સદસ્યતા અભિયાન’ને રિસ્પોન્સ ના મળતા હવે અવનવા હથકંડા અપનાવાઈ રહ્યા છે.